Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન માલદીવમાં લશ્કરી બેઝ સ્થાપશે

દક્ષિણ એશિયા અને હિન્દ મહાસાગરમાં ભારતના વધતા વર્ચસ્વથી ગભરાયેલ ચીન એક નવી ચાલ રમી રહ્યું છે. તેઓ પાડોશી દેશ માલદીવમાં એક એવું કેન્દ્ર સ્થાપિત કરવાની કોશિષમાં છે જેનાથી સામુદ્રિક ગતિવિધિઓ પર નજર રાખી શકાય. વાત એમ છે કે માલદીવની મદદથી ચીન એક સંયુકત મહાસાગરીય નિગરાવી સ્ટેશન બનાવા માંગે છે. જે ચોક્કસ ભારતની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. એટલું જ નહીં માલદીવના વિપક્ષી નેતાએ એવો પણ દાવો કર્યો છે કે મોનિટરિંગ કેન્દ્ર સૈન્ય સુવિધાઓથી લેસ હશે, તેની સાથે એક સબમરીન બેઝની પણ સુવિધા હશે.માલેના રાજકીય સૂત્રોએ કહ્યું કે મોનિટરિંગ કેન્દ્ર ઉત્તરમાં આવેલ પશ્ચિમી પ્રવાલદ્વીપ ‘માકુનુધુ’માં સ્થાપિત કરાશે, જો કે ભારતીય સરહદ ત્યાંથી ખાસ દૂર નથી. આ જગ્યા એ દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અહીંથી હિન્દ મહાસાગારના શિપિંગ રૂટ (પરિવહન માર્ગ) પર ચીન પોતાની નજર રાખી શકે છે. આ રસ્તેથી માત્ર વ્યાપારિક જ નહીં પંરતુ બીજા જહાજો પણ આવતા-જતા છે જેમાં મિલિટ્રી વ્હિસલ પણ સામેલ છે. આ વિસ્તાર ભારતીય દરિયાઇ સપાટીને અડીને આવેલો છે, તેના લીધે ચોક્કસ વિવાદ ઉભો થઇ શકે છે. આથી જ ભારત અને માલદીવના દ્વિપક્ષીય સંબંધો પર પણ ખતરો મંડરાવા લાગશે.ભારતીય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ચીન અને માલદીવની વચ્ચે ગયા વર્ષે સત્તાવાર સંયુકત મહાસાગરીય મોનેટરિંગ કેન્દ્ર બનાવા પર સત્તાવાર કરાર થયો. આ એ જ સમય હતો જે દરમ્યાન બંને દેશોની વચ્ચે વિવાદાસ્પદ મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર થયા. જો કે અધિકારીએ કહ્યું કે હિન્દ મહાસાગરમાં પ્રસ્તાવિત મોનેટરિંગ કેન્દ્ર પર કંઇપણ બોલતાં પહેલાં આ સમજૂતી સાથે જોડાયેલ તથ્યોને વ્યવસ્થિત રીતે જોવા પડશે.

Related posts

द. कोरिया का दावा – उ. कोरिया ने दागी छोटी दूरी की 2 मिसाइलें

aapnugujarat

शीर्ष वैज्ञानिक की हत्या के बाद ईरान संसद में परमाणु गतिविधियों को बढ़ाने वाला बिल मंजूर

editor

इटली जनवरी 2021 के अंत तक 17 लाख लोगों को लगाएगा कोविड का टीका

editor

Leave a Comment

UA-96247877-1