Aapnu Gujarat
ગુજરાત

બધા દિવ્યાંગ સ્વમાનભેર જીવન ગુજારે તેવા પ્રયાસો : ઈશ્વરભાઈ પરમાર

રાજ્યના દિવ્યાંગ બાઈ-બહેન સ્વમાનભેર પોતાનું જીવન ગુજારે, આજીવિકા મેળવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ સામાજિક, ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું છે. આજે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગારિયાધારના ધારાસભ્ય કશુભાઈ નાકરાણી, અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા મંત્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨૬૫ અરજીઓ આવી તેની સામે ૨૬૩ અરજીઓ મંજુરિ કરી ૨૬૩ લાભાર્થીઓને રૂપિયા ૧૭૫૫૭૫૧, અમદાવાદ જિલ્લાના ૧૨૪૯ અરજીઓ આવી તેની સામે ૧૦૯૬ અરજીઓ મંજુર કરીને ૧૫૪૩૯૦૦ની સહાય ચુકવવામાં આવી છે. તેવી જ રીતે પંચમહાલ જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકલાંગ સાધન સહાય યોજના હેઠળ કુલ ૫૪૨ અરજીઓ મળી તેની સામે ૪૭૩ લાભાર્થીઓની અરજીઓ મંજુર કરીને ૧૩૮૪૮૯૧ વિકલાંગ સાધન સહાય ચુકવવામાં આવી છે.

Related posts

પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ આગેવાનોના રાજીનામા

aapnugujarat

આઇએમએ સાથે જોડાયેલા ડોકટરો આજે હડતાળ ઉપર

aapnugujarat

ઉમ્મીદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર-૨ ના નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો ને સન્માનિત કર્યા

editor

Leave a Comment

UA-96247877-1