Aapnu Gujarat
ગુજરાત

ભૂમાફિયાઓ વિરૂદ્ધ કડક અને જરૂરી પગલાં લેવાશે : કૌશિક પટેલ

મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે નદીઓ પટ કબજો કરતા ભૂ-માફિયાઓ સામે કડક પગલા લેવામાં આવ્યા છે. હકદાર અરજદારને ન્યાય મળે તે માટે આ સરકારે ૨૦૦૮માં જમીન તકેદારી સમિતિ-સીટની રચના કરવામાં આવી છે. ૨૦૦૮માં રાજ્ય સરકારને ગેરકાયદેસર જમીનો હડપ કરવાચના કિસ્સા ધ્યાનમાં આવતા સીટની રચના કરવામાં આવી છે અને ૨૦૧૦માં જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિ કાર્યરત છે. આણંદ અને વડોદરા જિલ્લામાં જમીન તકેદારી સમિતિમાં મળેલ ફરિયાદ અંતર્ગત વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૫૧ અને વડોદરા જિલ્લામાં ૬૮ ફરિયાદો સમિતિને મળી છે જેમાંથી આણંદ જિલ્લામાં ૪૪ અને વડોદરા જિલ્લામાં ૫૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. મહેસુલમંત્રીએ જણાવ્યું હતું કે, ફરિયાદ અંતર્ગત તથ્ય જણાયેલ આણંદ જિલ્લામાં ૧ કેસમાં અને વડોદરા જિલ્લામાં ૭ કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આણંદ અને વડોદરા જિલ્લામાં સમિતિ દ્વારા થયેલ કાર્યવાહીના સંદર્ભમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૮૫૪ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ૨૩૨ની અટકાયત કરવામાં આવી છે.

Related posts

૨૫,સપ્ટેમ્બ૨થી ૨, ઓકટોબ૨ દ૨મિયાન રાજયમાં ઉજવાશે ખાદી સપ્તાહ

aapnugujarat

વિરમગામમાં ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

aapnugujarat

વિધાનસભા અધ્યક્ષની વરણી પ્રક્રિયાથી વિપક્ષ અજાણ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વોકઆઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1