Aapnu Gujarat
બ્લોગ

ભ્રષ્ટાચાર : ભારતને લાગુ પડેલો જીવલેણ રોગ

ભ્રષ્ટાચાર મામલે ભારતની છબિ દુનિયામાં હજુ પણ ખરાબ જ છે. ભ્રષ્ટાચારને અટકાવવા અંગેના નરેન્દ્ર મોદી સરકારના દાવા પોકળ સાબિત થયા છે તેમ એક અહેવાલના તથ્યોમાંથી બહાર આવ્યું છે. ભ્રષ્ટાચાર મામલે આપણે ચીન કરતાં આગળ છીએ અને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પાછળ છીએ. મતલબ કે ભારતમાં ચીન કરતાં વધુ ભ્રષ્ટાચાર છે. પરંતુ જેમની સાથે સરખામણીમાં પણ નાનમ અનુભવાય તેવા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભારતની સરખામણીએ વધુ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠન ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલના તાજેતરના રિપોર્ટ ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સ-૨૦૧૭માં દેશને ૮૧મું સ્થાન મળ્યું છે. જોકે ગત વર્ષે તે આ યાદીમાં ૭૯મા ક્રમે હતું.ભ્રષ્ટાચાર સામે સરકારોને એક સશક્ત સંદેશ આપવાના હેતુથી ૧૯૯૫માં શરૂ કરાયેલા આ ઇન્ડેક્સમાં ૧૮૦ દેશોની સ્થિતિની સમીક્ષા કરાઇ છે. આ ઇન્ડેક્સ વિશ્લેષકો, વેપારીઓ અને નિષ્ણાતોની સમીક્ષા અને અનુભવો પર આધારિત હોય છે. જેમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને વિપક્ષી નેતાઓ માટે કામની આઝાદી જેવા પડકારો પણ અપનાવવામાં આવે છે. ઇન્ડેક્સ તૈયાર કરવા માટે દેશોને વિવિધ પડકારો પર શૂન્યથી ૧૦૦ અંકની વચ્ચે આપવામાં આવે છે. સૌથી ઓછો અંક હોય તો સૌથી વધુ ભ્રષ્ટાચાર થવાનું માનવામાં આવે છે. આ વખતની યાદીમાં ભારતને ૪૦ અંક મળ્યા છે. જે ગત વર્ષ જેટલા છે. જોકે, ૨૦૧૫ પછીની સ્થિતિમાં સુધારો થયો છે. એ વખતે ભારતને ૩૮ આંક આપવામાં આવ્યો છે.આ યાદીમાં ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્ક ૮૯ અને ૮૮ આંક સાથે સૌથી ટોચ પર છે, મતલબ કે અહીં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું છે. બીજી બાજુ સિરિયા, સુદાન અને સોમાલિયા અનુક્રમે ૧૪, ૧૨ અને નવ આંક સાથે સૌથી નીચે છે. આ યાદીમાં ૪૧ના સ્કોર સાથે ચીન ૭૭મા, બ્રાઝીલ ૯૬મા અને રશિયા ૧૩૫મા ક્રમે છે. પાડોશી દેશોમાં પાકિસ્તાન ૩૨ના સ્કોર સાથે ૧૧૭મા સ્થાને છે. બાંગ્લાદેશને માત્ર ૨૮ માર્ક્સ મળ્યા છે અને તે ૧૪૩મા ક્રમે છે. ભૂટાન ૬૭ના સ્કોર સાથે ભારતથી ઘણું આગળ છે. તેને ૨૬મું સ્થાન મળ્યું છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કહ્યું છે કે સમગ્ર એશિયા-પ્રશાંતમાં કેટલાક પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને કાયદો લાગુ કરવા જેવી સંસ્થાઓ તેમજ નિયમનકારી સંસ્થાઓના અધિકારીઓને ધમકી આપવામાં આવે છે. ક્યાંય તો એવી સ્થિતિ છે કે તેમની હત્યા પણ કરી દેવાય છે.રિપોર્ટમાં કમિટી ટુ પ્રોટેક્સ જર્નાલિસ્ટ્‌સનો હવાલો આપતાં કહેવાયું છે કે આ દેશોમાં છ વર્ષોમાં ૧૫ જેટલા એવા પત્રકારોની હત્યા થઇ ચૂકી છે કે જેઓ ભ્રષ્ટાચારની સામે કામ કરી રહ્યા હતા. આ મામલે ભારતની સરખામણી ફિલીપાઇન્સ અને માલદીવ્સ જેવા દેશો સાથે કરાઇ છે અને કહેવામાં આવ્યું છે કે આ મામલે આ દેશ પોતાના ક્ષેત્રોમાં ખરાબ છે..અમુક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારની અસર ખતરનાક હોઈ શકે. દાખલા તરીકે, હૈતીમાં આવેલા ૨૦૧૦ના જબરદસ્ત ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. અમુક અંશે એનું કારણ “ભ્રષ્ટાચાર અને બેદરકારી” પણ હતાં, એમ ટાઈમ મૅગેઝિને જણાવ્યું. આગળ જણાવતા મૅગેઝિને આમ કહ્યું, “સરકારી અધિકારીઓને ઘણી લાંચ આપવામાં આવે છે અને એન્જિનિયરોના સાવ ઓછાં માર્ગદર્શનથી બિલ્ડિંગો બંધાતી જાય છે.” ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે. ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વગર કોઈ પણ વિકાસયોજના પાર પડી શકે નહિ અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે નહિ . જ્યાં સુધી દિલ્હીના માથા પરનું આ કલંક કાયમ છે ત્યાં સુધી ભ્રષ્ટાચારનો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો. વિકાસના સુફળ તો એ હજમ કરશે જે પણ છેવટે જતાં લોકશાહી, આઝાદી , ક્રાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝૂઝ્યા હતા તે જાવનમૂલ્યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે-લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આ ચેતવણી ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એ હકીકત સામે લાલબત્તી ઘરે છે. એક પણ કેત્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય ! કેવળ રાજકરનમાઅં નહિ શિક્ષણમાં , પરીક્ષામાં , વેપારમાં , વ્યવહારમાં વર્તનમાં ભ્રષ્ટાચાર રૂપી દાનવ જ ફેલાઈ ગયો છે અને છતાં હું કે તમે કદી એમ કહેવાની હિંમત કરી શકીએ છીએ કે “ન જોઈએ આ ભ્રષ્ટાચાર ! હું એકએક ભ્રષ્ટાચારન્ર માયાજાળ ચીરેની જ જંપીશ ! હું એમને ઉઘાડા પાડીને છડેચોક એમની આબરૂનો ઘજાગરો બાંધીશ …! ના , આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધું સહન કરવા ટેવાઈ ગયા છીએ. આપણે આપણા સ્વાર્થ ખાતર પટાવાળાને લાંચ આપતાં કે કારકુનને-ચા પાણીના પૈસા આપતાં જરાપણ અચકાતા નથી. બસન કંડકટરની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારા ઉઘાડેછોગ આચરાતો ભ્રષ્ટાચાર આપણે સહન કરી લઈએ છીએ. ગજબ છે આપણી નસીબ પરની શ્રદ્ધા અને ધન્ય છે આપણી સહનશક્તિને ….! જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી મહાનુભાવો એ ચૂંટણીને નામે , સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચારરૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઈ રહ્યો છે કે સરકારની “રહેમનજર” હેઠળ ખેલાઈ રહ્યો છે એ તો કોઈ પૂછો ! ભારતીય સંસ્કૃતિના પૂજકો અને ભારતીય અસ્મિતાના સંરક્ષકો ! તમે કયાં સંતાઈ બેઠા છો ? સાચા રાજપુરૂષો ક્ષેત્રે સંન્યાસ લઈ લીધો એનું કેવું પરિણામ આવ્યું એ તો જુઓ ! આ દેશ આજે કોના હાથમાં રમે રહ્યો છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે એ શું તમે નથી જાણતા ? પૂજ્ય ગાંધીજીએ પોતાની જાત હોડમાં મૂકી દઈને આપણને જે શીખ્વ્યું તે આપણે સાએઠ જ વરસમાં ખોઈ નાંખ્યું ? શું આ ભ્રષ્ટાચારને તમારે ફૂલતો ફાલતો જ રાખવો છે ? શું તમારે દેશદ્રોહી કે દાણચોર બન્યા વિના દેશપ્રેમી બનીને ચીસ પાડીને ક્યારેક નથી પોકારવું કે ભ્રષ્ટાચાર મુર્દાબાદ! …. શિષ્ટાચાર ઝિંદાબાદ !! વર્ષોથી અનેક કૌભાંડ ચર્ચાતા રહેલા છે. આઝાદી પછીનાં ભારતનાં ભૂતકાળમાં ડોકિયું કરીએ તો મેનનનાં જીપકાર કૌભાંડથી શરૂ કરી બોફોર્સ, હવાલા, તહેલકા, ઘાસચારા, કોફિન,તેલગી,મેડીકલ કાઉન્સીલ,કોમનવેલ્થ ગેમ્સ વિગેરે અનેક કૌભાંડ ની આખી યાદી તૈયાર થઈ છે. જ્યારે જ્યારે પણ આવા કૌભાંડના સમાચાર છાપાનાં પાને ચમકે ત્યારે થોડા દિવસ આપણે સૌ એટલે કે ભારતની આઝાદ અને ભડવીર પ્રજા.. ક્યાંક ગલીનાં નાકા પર આવેલા પાનનાં ગલ્લે કે ગામનાં ચોરે કે પછી ટ્રેનનાં કમ્પાર્ટમેન્ટમાં કૌભાંડની ઉગ્ર ચર્ચાઓ ચલાવીએપ.! બ્લોગ,ચર્ચાપત્રો અને ટીપ્પણીઓમાં પણ તેનું પ્રમુખસ્થાન હોય; અને આવી લગભગ બધી જ ચર્ચાઓનું તાત્પર્ય એ જ હોય કે આવા કૌભાંડીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ બસપ ! આપણા સૌની આ ચર્ચાઓ માત્ર ચર્ચા બની રહે છે. અને દિવસો વીતતા છાપાની હેડલાઇનમાં પણ કૌભાંડનાં સ્થાને બીજા કોઈ એવા જ હોટ ન્યૂઝ આવી જાય છે. અને લોકોની ચર્ચાઓનાં વિષય પણ બદલાય જાય છે..! આવા કૌભાંડ થવાનું કારણ શું.? સમાજમાં આટલી બધી અનીતિ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર ફેલાયો છે. તે દિવસેદિવસે વધતો જ કેમ જાય છે? શું આ ભ્રષ્ટાચારને નાથી શકાય નહીં.? શું કૌભાંડનો ક્યારેય અંત નહી આવે.? અને જો ઉપરનાં બધાં પ્રશ્નોનાં જવાબ આપી શકાય તેમ હોય તો તે કેવી રીતે શક્ય બને? આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આપણે ઈચ્છતા હોઈએ તો તે અંગે ખૂબ ગંભીરતાથી ચિંતન કરવું આવશ્યક છે. આજે નાના બાળક થી લઈને નેવું વર્ષ ની ઉંમરનાં કોઈ વયોવૃદ્ધ સુધી, પટાવાળા થી લઈને પ્રાઈમ મીનીસ્ટર સુધી, ગામડાની નાનકડી હાટડી થી લઈને મહાકાય મલ્ટીનેશનલ કંપની સુધી વિસ્તરેલા વિરાટ સમાજમાં પ્રત્યેક ઠેકાણે મફતીયા વૃત્તિનો પ્રભાવ વધી ગયો છેપ સાથે સાથે જાતજાતની ભૌતિક સુવિધાઓ પણ એટલી જ વધી ગઈ છે જેથી ઉપરોક્ત તમામ પ્રકારનાં લાકોની માનસિકતા કઈક એવી થઈ ગઈ છે કે, બસ જીવનમાં ગમે તેમ કરી માલદાર, પૈસાવાળા થવું જોઈએપ કૉલેજની કેન્ટીનમાં બેસીને દિવાસ્વપ્નોમાં રાચતો યુવાન વિચારે છે કે, કઈક એવું કરું કે, રાતોરાત કરોડોમાં રમતો થઈ જાઉં અને સરકારી નોકરી કરતો કોઈ કારકુન પણ ટેબલ પર બેઠા બેઠા એજ વિચારતો હોય છે કે; કંઈક એવો કરિશ્મો થઈ જાય કે આપોઆપ આગલી હરોળમાં આવી જવાય..અને પ્રજામાનસની આ માનસિકતા માંથી જ ભ્રષ્ટાચાર અને અનીતિ જન્મે છે. અને કડવી વાસ્તવિકતા તો એ છે કે મૂલ્યોનાં અભાવે આપણો આખો સમાજ અને સમાજનાં અંગભૂત આપણે સૌ અનીતિનાં કેન્સરથી ગ્રસ્ત થઈ ગયા છીએ! ફરક એટલો જ છે કે નેતા અને અધિકારીઓનાં કૌભાંડ છાપાની હેડ લાઇન બને છે અને આપણું જુઠ્ઠાણું, આપણી અનીતિ અને આપણો નાનકડો પણ કહેવાય તો ભ્રષ્ટાચાર જપ તેને બીજો કોઈ જાણતો નથી. બાકી ભ્રષ્ટાચાર ક્યાં નથી? પોલીસ સ્ટેશનનાં પગથીયે થી શરૂ કરી મામલતદાર, માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, કોર્ટ કચેરીઓ, દવાખાના , મોટી મોટી યોજનાઓ અને કલેક્ટર કચેરીઓ અને છેક સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો..!અધૂરામાં પૂરુ આપણા કાયદાઓ અને નિયમો પણ અંગ્રેજો દ્વારા એવા બનાવાયા છે કે જે માણસને કાંતો અનીતિમય બનાવે અને કાંતો એણે ગરીબી માં સબડવું પડેપ આમ, દરેક ઠેકાણે આ વાઇરસ પહોંચી ગયો છે. હૃદય પર હાથ રાખીને વિચાર કરીએ કે શું મને કંઈ મફતનું મળે તો હું જતું કરી શકું ખરો? પ્રામાણિકતાની વાત કરનારો કર્મચારી પણ શું ક્યારેક કામચોરી નથી કરી લેતો? બાળકોને સાચું બોલવાની શિખામણ આપનારી માતાઓ ફેરિયા અને શાકભાજીવાળી પાસે સિફતથી એકાદ રીંગણ કે કાકડી વધું નથી પડાવતી? નેતાઓ, અને મહાત્માઓનાં ચારિત્ર્યની ચર્ચા કરનારા આપણે અને આપણો સમાજ શું અણીશુદ્ધ ચારિત્ર્યવાળો છે? આ સવાલોના જવાબ કોઈને લખીને નથી મોકલવાનાં ! પરંતુ આપણા માંહ્યલાંને જ જો જવાબવહી વાંચવા આપીએ તો કદાચ રાતની ઊંઘ પણ હરામ થઈ જશે પ! હવે આપણે વિચાર કરીએ કે રાષ્ટ્રપુરુષમાં.., ભારતવર્ષમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો શું કરી શકીએ? કાયદાથી શું ભ્રષ્ટાચાર દૂર થશે? સૌથી મહાન નેતા કે પવિત્ર મહાપુરુષ પણ આ બદીઓ દૂર કરવા ધારે તો એકલ હાથે કરી શકશે? મિત્રો ! જવાબ સ્પષ્ટ ‘ના‘ માં આવશે. અને એટલે જ આ દૂષણો દૂર કરવા માટે પ્રજામાં નૈતિક શિક્ષણ લાવવાની જરૂર છે. એન્જીન્યરીંગ, મેડિકલ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજીનાં વિષયોની સાથે સાથે એ સત્યના પાઠ પણ ભણાવવા પડશેપ જે સત્ય કોઈ સમયે આ ભારતવર્ષના હૃદયમાં વેદમંત્રોના સાનિધ્યે ગુંજતુ હતુપ. ‘સત્યં વદ્‌.. ધર્મં ચર.. માતૃદેવો ભવ.. પિતૃદેવો ભવ.. આચાર્ય દેવો ભવપ શ્રદ્ધયા દેયમ્‌પ’ અને આજે આ મૂલ્યોની ક્રમસઃ આપણે આપણા જીવનમાંથી હકાલપટ્ટી કરી છે. આ વૈદિક નીતિશાસ્ત્રને ફરજિયાત કરવું પડશે. યુવાનો અને નવી પેઢીનાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવો પડશે અને સત્ય, અહિંસા, અસ્તેય(ચોરી ન કરવી), અપરિગ્રહ (જરૂરિયાત ન હોય એવી કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો), બ્રહ્મચર્ય વિગેરેનું શિક્ષણ ફરજિયાત આપવું જોઇએપ સરકારે કે જી થી કૉલેજ કક્ષા સુધી આ મૂલ્યનિષ્ઠ વાતો ભણાવવાનું ફરજિયાત કરી દેવું જોઈયે. માત્ર વિદ્યાર્થિઓને જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકને ફરજીયાતપણે આ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઇએપ! સનદી અધિકારીઓ અને રાજ્યપત્રિત અધિકારીઓને તેમના ક્ષેત્રોના સેમિનારની સાથે સાથે મૂલ્યો ભણાવવા ફરજિયાત કરવા પડશે.. અને આ અધિકારીઓને વર્ષમાં એકવાર એકાદ અઠવાડિયું રાષ્ટ્રના સૌથી છેવાડાના નાગરિકની જેમ જીવવાની ફરજ પાડવી પડશે.. જેથી જે સત્ય ગાંધી બાપુને પોતડી પહેરીને સમજાયું તેનો થોડોક અંસ આ અધિકારીઓમાં આવે. ભારતનું સેન્સસ દર્શાવે છે કે રાષ્ટ્રની વસ્તીનાં ૫૦ % થી પણ વધુ લોકો ૩૦ વર્ષથી ઓછી ઉંમરનાં છે, એટલે કે, યુવાન છે. તેમના જીવનમાં આદર્શ છે ખરા? અને જો તેમના જવાનોમાં આપણે ગાંધી સુભાષ ને સરદાર, રામ કૃષ્ણ ને મહાવીર નાં જીવનનાં થોડા ગુણો પણ ઉમેરી શકીએ તો જ ઉપર જણાવેલી બદીઓમાં કંઈક ઘટાડો થઈ શકે.
આપણા રાષ્ટ્રમાં આવા નૈતિકમૂલ્યોથી યુક્ત સમૂહો તૈયાર થાય તો ભ્રષ્ટાચાર તો દૂર થાય જ સાથે સાથે ભારતવર્ષની કિર્તિધજા સમગ્ર વિશ્વમાં ફેલાય જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ઉપરાંત આ દુષણો દૂર કરવા માટે સમાજમાં એ વિચાર પ્રસ્થાપિત કરવાની જરૂર છે કે ભૌતિક વસ્તુઓ, બેંક બેલેન્સ કે મોજશોખનાં સાધનો આ બધું જ ગમે તેટલું વધારે થાય તેથી કંઈ સુખનો સાગર પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. અને બીજું એક સનાતન સત્ય એ છે કે જેવી રીતે ગુરુત્વાકર્ષણનાં નિયમ મુજબ ઉપરથી નાખેલી વસ્તુ નીચે જ પડે છે, તેમ અનીતિનાં રસ્તે, અસત્યનાં રસ્તે કમાવેલી કરોડોની સંપિત્ત પણ આખરે તો માણસને દુઃખી જ કરે છે!

Related posts

प्रेम-विवाह सबसे ऊपर

editor

કુંવરજી ભાજપનાં એસેટ બની રહેશે કે …..

aapnugujarat

સરકાર તાજ મહેલની જાળવણી યોગ્ય રીતે કરશે કે નહિ…!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1