Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોરખપુર હિંસા : યોગી વિરૂદ્ધ કેસની અરજી અલાહાબાદ હાઈકોર્ટે ફગાવી

અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોટી રાહત આપી દીધી છે. ગુરુવારના દિવસે એક અરજી પર સુનાવણી કરતી વેળા ગોરખપુર રમખાણમાં તેમની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજીને પણ ફગાવી દેવામાં આવી છે. અરજીમાં વર્ષ ૨૦૦૭માં ગોરખપુર રમખાણમાં વર્તમાન મુખ્યમંત્રી અને તત્કાલિન ગોરખપુર બેઠકના સાંસદ યોગી આદિત્યનાથની ભૂમિકાની કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. પરવેઝ પરવાઝ અને અશદ હયાતની અરજી ઉપર સુનાવણી કરતી વેળા જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસી શર્માની ડિવિઝન બેંચે સુનાવણી કર્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સરકારની તરફથી કાર્યવાહી કરવાની મંજુરીમાં કોઇ ગેરરીતિ દેખાતી નથી. અરજીમાં કેસ ચલાવવાની મંજુરી આપવા અને મામલાની તપાસ સીબઆઈ તપાસ સાથે કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી ગોરખપુરમાં વર્ષ ૨૦૦૭માં થયેલા સાંપ્રદાયિક રમખાણોના સંદર્ભમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી પર ૧૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૦૦૭માં ગોરખપુરમાંથી સાંસદ યોગી આદિત્યનાથને શાંતિ ભંગ અને હિંસા ભડકાવવાના મામલામાં પકડી લેવામાં આવ્યા હતા. એવો આક્ષેપ મુકાયો હતો કે, તેઓએ સમર્થકોની સાથે મળીને બે સમુદાય વચ્ચે હિંસક અથડામણમાં એક યુવકના મોત બાદ જુલુસ કાઢ્યો હતો. યોગીની ધરપકડ બાદ હિન્દુ સંગઠને જનસંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બસો પણ ફુંકી મારી હતી. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તેમના પર ઉગ્ર ભાષણનો પણ આક્ષેપ છે.

Related posts

શિવસેનાએ પીએમ મોદીની પ્રશંસા કરી

aapnugujarat

એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ચોક્કસ કોઈના દબાણમાં છે : અશોક ગહેલોત

editor

સેંસેક્સ ૪૩ પોઇન્ટ ગગડીને ૩૪૯૦૬ની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1