Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવસેનાએ પીએમ મોદીની પ્રશંસા કરી

શિવસેનાએ એક વાર ફરીથી પોતાના મુખપત્ર સામનામાં પીએમ મોદીની ઘણી પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે, પીએમ મોદી એ જેવી રીતે અમેરિકામાં પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈકનું ઉદાહરણ આપીને કડક સંદેશ આપ્યો હતો, તેના માટે જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આવું હાલમાં બીજી વાર થયું છે જયારે શિવસેનાએ ભાજપ કે મોદીની પ્રશંસા કરી હોય.
આ પહેલા મહારાષ્ટ્રમાં ખેડૂતોના ઋણ માફ કરવા પર પણ તેમણે ભાજપની પ્રશંસા કરી હતી.લેખમાં લખવામાં આવ્યું છે કે, મોદીને શાબાશી આપવી જોઈએ, તેમના શબ્દોમાં નક્કી જ કોઈ દમ છે.
કહેવામાં આવ્યું છે કે, સર્જીકલ સ્ટ્રાઈક બાદ પણ કાશ્મીરમાં પાકિસ્તાનના હુમલા અને જવાનોની શહીદી અને ચીની ઘુષણખોરી માટે સિક્કિમનો રસ્તો રોકવા માટે આ બધા સવાલ ઉકેલવા પડશે.
શિવસેનાએ કહ્યું કે, વિદેશોમાં મોદીનું સ્વાગત જોઇને દરેક દેશવાસીઓની છાતી ગર્વથી ફૂલી જાય છે, પીએમ મોદીએ દુનિયામાં હિન્દુસ્તાનની તસ્વીર બદલવાના પ્રયત્નો કર્યા છે. જો કે, આ સાથે જ કાશ્મીરમાં જારી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, અમેરિકા આતંકવાદ વિરુદ્ધ ભારતનો સાથ આપવાની વાત કરે છે, પરંતુ તેણે ભારતનો કેટલો સાથ આપ્યો તે બધા જાણે છે.ત્યારે ટ્રમ્પ સરકારની “અમેરિકી ફર્સ્ટ”ની નીતિના કારણે જે ૫ લાખ ભારતીયો બેરોજગાર હોવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, તેનું સમાધાન ટ્રમ્પ-મોદીની મુલાકાતથી નીકળશે અને ટ્રમ્પ પોતાની દોસ્તી નિભાવશે તે ઉમ્મીદ છે.
પાર્ટીએ ચીનની ઘુષણખોરીને લઈને માનસરોવર યાત્રા રોકવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ચીન પહેલા અરુણાચલ પ્રદેશ, લેહ-લદ્દાખથી ઘુષણખોરી કરતા હતા, પરંતુ હવે સિક્કિમનો પણ ઉપયોગ ચિંતાની વાત છે.

Related posts

દેશમાં કોવિડ-૧૯ના ૨.૧૧ લાખ કેસ નોંધાયા

editor

કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે ઝાડ પર ચઢી મોબાઈલ નેટવર્ક શોધવાનો પ્રયાસ કર્યો

aapnugujarat

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1