Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી ફ્રોડ : કાયદા હેઠળ તમામ કાર્યવાહી હાથ ધરાઈ : નિરવના પત્ર ઉપર પીએનબી દ્વારા જવાબ અપાયો

પીએનબી મહાકૌભાંડના મામલામાં થોડાક દિવસ પહેલા જ મુખ્ય આરોપી નિરવ મોદી દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ બેંકે જવાબ આપ્યો છે. બેંકનું કહેવું છે કે, તમામ બાબતો નિયમો હેઠળ આગળ વધી છે. ૧૧૩૦૦ કરોડ રૂપિયાના આ કૌભાંડમાં નિરવ અને મેહુલ ચોક્સી મુખ્ય ારોપી છે. આ મામલામાં પીએનબી દ્વારા ૧૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનેકની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પીએનબીએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે, પ્રાથમિક તપાસના આધાર પર અમે પોતાના બોર્ડને આ ફ્રોડના સંદર્ભમાં માહિતી આપી દીધી છે. બીએસઈ અને એનએસઈને પણ સૂચના આપી દેવામાં આવી છે. શરૂઆતમાં આ કૌભાંડ ૨૮૦.૭૦ કરોડનું હતું પરંતુ તપાસ આગળ વધતા આ ફ્રોડની રકમ વધીને ૧૧૩૯૪.૪૨ કરોડ થઇ ગઇ છે. આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. બેંકે લખ્યું છે કે, તપાસ સંસ્થાઓએ મામલાની તપાસ કરી રહી છે. વધુ માહિતી હાલ આપવામાં આવી રહી નથી. બેંકે કહ્યું છે કે, તેમની પાસે દેવાની ચુકવણી કરવા માટે પુરતા પૈસા છે. બાકી રકમ વસુલ કરવા માટે કાયદાકીય માર્ગ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. દેશના બેંકિંગ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડીના મુખ્ય આરોપી નિરવ મોદીએ અબજો રૂપિયાના કૌભાંડમાં પ્રથમ વખત નિવેદન જારી કરતા કહ્યું હતું કે, પીએનબી દ્વારા મામલાને જાહેર કરવાથી હવે વાત બગડી ગઈ છે. બેંકે તેને બાકી વસુલી માટેના રસ્તા બંધ કરી દીધા છે. મોદીએ એવો દાવો પણ કર્યો હતો કે, તેની કંપનીઓ ઉપર બાકી રકમ દ્વારા દર્શાવવામાં આવેલી રકમ ખુબ નાની છે. નિરવ મોદીએ કહ્યું છે કે, તેની કંપનીઓ ઉપર બેંક દ્વારા બાકી રકમ ૫૦૦૦ કરોડ કરતા પણ ઓછી છે. ખોટી રીતે દર્શાવવામાં આવેલી બાકી રકમના લીધે મિડિયામાં હલ્લો મચી ગયો છે. પરિણામ સ્વરુપે તાત્કાલિકરીતે ચકાસણી શરૂ થઇ ચુકી છે. નિરવ મોદી પોતાના પરિવાર સાથે જાન્યુઆરી મહિનામાં જ દેશ છોડીને ફરાર થઇ ગયો હતો. ૧૩મી ફેબ્રુઆરીના દિવસે કેટલાક નિવેદન સપાટી પર આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યા બાદ તપાસ સંસ્થાઓ કાર્યવાહીમાં લાગી ગઈ છે. તેની સંપત્તિઓ અને સ્થળો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ સુધી આ સંદર્ભમાં સંપત્તિ અને સ્થળો ઉપર કાર્યવાહી ચાલી રહી છે. ૫૭૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. નિરવને ભારત લાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી ચુક્યા છે. જો કે, આમા હાલ પુરતી સફળતા મળે તેવી શક્યતા ઓછી દેશાઈ રહી છે. બીજી બાજુ ઇડીની એક ટીમે અન્ય એંગલથ પણ તપાસ હાથ ધરી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇડીએ ૨૦૧૬માં પણ બાસમતી ચોખા સાથે સંબંધિત એક કંપની સામે મની લોન્ડરિંગ કેસ દાખલકર્યો હતો.

Related posts

पत्रकार राजदेव रंजन हत्याकांड मामले में सीबीआई कोर्ट ने बाहुबली नेता शहाबुद्दीन को बनाया अभियुक्त

aapnugujarat

Tripura CM Biplab Kumar Deb meets Union HM Amit Shah over economic package for TTAADC

aapnugujarat

विदेश भागने की फिराक में था मोंटी चड्ढा, दिल्ली पुलिस ने IGI एयरपोर्ट पर किया गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1