Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુખ્ય સચિવ સાથે ખરાબ વર્તનને લઇ કોંગ્રેસ-ભાજપે અરવિંદ કેજરીવાલનાં રાજીનામાંની માંગ કરી

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ ભાજપ અને કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કહ્યું છે કે, મારામારી વચ્ચે તેમને ભાગી જવાની ફરજ પડી હતી. એએપીના ધારાસભ્ય પર મુખ્યમંત્રીના આવાસમાં કેજરીવાલની ઉપસ્થિતિમાં પોતાની સાથે મારામારી કરવાનો આક્ષેપ કર્યો છે. જો કે, મુખ્યમંત્રીની ઓફિસે આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. એએપીના એક ધારાસભ્યએ આ સમગ્ર મામલામાં અંશુ પ્રકાશની સામે સંગમવિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી છે. એએપીના ધારાસભ્ય અમાનતુલ્લાએ મુખ્ય સચિવના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી સાથે કોઇ ખરાબ વર્તન કરવામાં આવ્યું નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, કોઇના ઇશારા પર અંશુ આવું કામ કરી રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષે કેજરવાલ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માંકને આક્ષેપ કરતા કહ્યું છે કે, એએપી સરકાર ખુબ જ નબળી સરકાર છે. મુખ્યમંત્રીની સામે ચીફ સેક્રેટરીને ધારાસભ્યો દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખુબ જ કમનસીબ બાબત છે. સરકારી નિષ્ફળતાઓથી સરકારનું ધ્યાન અન્યત્ર દોરવાના હેતુસર આ પ્રયાસો થયા છે. એએપી સરકાર ચલાવવામાં નિષ્ફળ છે. બીજી બાજુ ભાજપના દિલ્હી અધ્યક્ષ મનોજ દિવારીએ કહ્યું છે કે, આ ઘટનાક્રમ ખુબ જ શરમજનક છે. આ શહેરી નક્સલવાદ સમાન છે. દિલ્હી વિધાનસભાના નેતા વિપક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે, મુખ્યમંત્રી કેજરીવાલનું ખરાબ વર્તન આમા દેખાઈ આવે છે. રાત્રે ૧૨ વાગે મુખ્ય સચિવને બોલાવવામાં આવે છે અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.

Related posts

हेगड़ेने गांधी के स्वाधीनता आंदोलन को बताया ‘ड्रामा’

aapnugujarat

સુરક્ષા દળો ઉપર ફરી વખત ગોળીબાર : પ જવાનો શહીદ

aapnugujarat

उदित राज का ईवीएम पर सवाल : भाजपा का वोट शेयर घटा तो सीटें कैसे बढ़ीं

editor

Leave a Comment

UA-96247877-1