Aapnu Gujarat
બિઝનેસ

રિફાઈનિંગ ક્ષમતાને વધારવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ૭૦૦૦૦ કરોડ રોકશે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પોતાની ઓઇલ રિફાઇનરી ક્ષમતાને વધારવા ૭૦૦૦૦ કરોડનું જંગી રોકાણ ૨૦૩૦ સુધી કરવા માટે ઇચ્છુક છે. દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગી રોકાણ કરવામાં આવનાર છે. આઈઓસી તેની રિફાઈનરી ક્ષમતાને વર્તમાન ૮૦.૭ મિલિયન ટન પ્રતિ વાર્ષિકથી વધારીને ૨૦૩૦ સુધી ૧૧૬.૫૫ મિલિયન ટન પ્રતિ વાર્ષિક સુધી કરવા માટે ઇચ્છુક છે. ભારતની વર્તમાન રિફાઇનિંગ ક્ષમતા ૨૪૭.૬ એમટીપીએ છે. વધતી જતી ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નવી શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. અમેરિકાની એનર્જી ઇન્ફોર્મેશન એજન્સીએ અભ્યાસ બાદ કહ્યું છે કે, ભારતની માંગ ૨૦૪૦ સુધી હાલમાં ૧૯૪ એમટીથી વધીને ૪૩૪ એમટી સુધી પહોંચી જશે. આઈઈએ દ્વારા મુકવામાં આવેલો આંકડો ૪૫૦ અને ૪૯૨ એમટી વચ્ચેનો છે. મંત્રાલય દ્વારા નવો અંદાજ મુકવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૩૦ સુધી માંગ ૩૩૫ એમટી સુધી જશે. ૨૦૨૦ સુધી દેશની રિફાઈનિંગ ક્ષમતાને વધારીને ૪૧૫ એમટીપીએ સુધી લઇ જવામાં આવશે. ૨૪૦ સુધી રિફાઇનિંગ ક્ષમતાને ૪૩૯ એમટીપીએ સુધી લઇ જવામાં આવશે. હાલમાં જુદી જુદી શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. રાજસ્થાનના બાડમેર ખાતે નવા નવ એમટીપીએ યુનિટ સ્થાપિત કરવાને લઇને કામગીરી ચાલી રહી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પણ તેની મુંબઈ રિફાઇનરીની ક્ષમતાને વધારવા માટે ઇચ્છુક છે. આની ક્ષમતાને ૭.૫ એમટીથી વધારીને ૯.૫ એમટી કરવામાં આવશે.

Related posts

ગ્રોથ એન્જિન ગુજરાત મંદીની ચપેટમાં

aapnugujarat

FPI દ્વારા ફરીથી ઇક્વિટીમાં ૬૪૦૦ કરોડનું રોકાણ કરાયું

aapnugujarat

१८०० एंप्लॉयीज को करोड़ से अधिक सैलरी देता हैं इन्फोसिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1