Aapnu Gujarat
Uncategorized

ઉનાઃ હોસ્પિટલ સ્ટાફની અછતને લઇ કોંગ્રેસી ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને સ્થાનિકોએ છેડ્યું આંદોલન

ગીર-સોમનાથની ઉના વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને સ્થાનિક આગેવાનોએ ઉનાના ટાવર ચોક ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન છેડ્યું છે. ઉના સીએસસી હોસ્પિટલમાં તબીબોની અછતને લય ધારાસભ્યએ આંદોલન છેડ્યું છે. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં આવેલ સરકારી સીએસસી હોસ્પિટલમાં તબીબો અને સટાફની અછતને લઇ ઉનાના કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ૧૧ જેટલા સ્થાનિક કોંગ્રેસી આગેવાનો આજથી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. તમને જણાવી દઇએ કે, પુંજાભાઈ વંશ આશરે ૨૦ દિવસ પહેલા ઉના સરકારી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને તે સમયે હોસ્પિટલમાં તબીબોની અછત અને સ્ટાફની અછતને લઇ દર્દીઓ હેરાન થતા હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

Google Home One-ups Amazon Echo, Now Lets You Call phones

aapnugujarat

અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓ ઝડપાયા

editor

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1