Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત પર ત્રાસવાદી હુમલા જારી રહી શકે છેઃ અમેરિકા

અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફે કહ્યુ છે કે ભારતમાં હજુ ત્રાસવાદી હુમલા જારી રહી શકે છે. તેમણે ચેતવણી આપતા કહ્યુ છે કે પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓ હુમલા કરીને તંગદીલી વધારી શકે છે. નેશનલ ઇન્ટેલિજન્સના નિર્દેશક ડૈન કોટ્‌સના નિવેદન એવા સમય પર આવ્યા છે જ્યારે ભારતમાં બે હુમલા કરવામાં આવી ચુક્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૧૮ની શરૂઆતમાં ત્રાસવાદીઓને આશ્રય આપનાર અને મદદ કરનાર પાકિસ્તાન ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે તે વખતે ટિ્‌વટ કરીને પાકિસ્તાન ઉપર વિશ્વાસઘાત કરવાનો અને આંખમાં ધૂળ નાંખીને પૈસા લઇ જવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આતંકવાદીઓને પ્રોત્સાહન આપીને અમેરિકી નેતાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પાકિસ્તાન કરી રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકાની નવી દક્ષિણ એશિયા નીતિની જાહેરાત કરતી વેળા ટ્રમ્પે પાકિસ્તાનની વ્યાપક ટિકા કરી હતી અને કહ્યું હતું કે, જો તે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરશે નહીં તો અમેરિકા પોતે કાર્યવાહી કરશે. અમેરિકા અને તેના યુરોપિયન દેશોએ ટેરર ફંડિંગ ઉપર બ્રેક મુકવામાં અંકુશ મુકવાના લીધે પાકિસ્તાનને ગ્લોબલ વોચલિસ્ટમાં સામેલ કરવા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની વાત કરી હતી. મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં શંકાવાળા દેશોમાં પાકિસ્તાનનું નામ પહેલાથી જ સામેલ કરવામાં આવી ચુક્યું છે. ફ્રાંસ અને જર્મની જેવા દેશો પણ ભારતની સાથે મજબૂતી સાથે ઉભા છે. નોંધનીય છે કે ગયા શનિવારે જમ્મુ-પઠાણકોટ માર્ગ પર આર્મી કેમ્પમાં સવારે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ જવાનો શહીદ તઇ ગયા હતા અને એક નાગરિકનુ મોત થયુ હતુ. હુમલાને અંજામ આપનાર ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ. ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. જે પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે. આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે. દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.સુંજવાન આર્મીકેમ્પ હુમલાને લઇને ઓપરેશન પૂર્ણ થાય તે પહેલા જ ત્રાસવાદીઓએ બીએસએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

Related posts

ઇવાન્કા ટ્રમ્પ ભારત ખાતે વૈશ્વિક ઉદ્યમિતા શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે

aapnugujarat

अमरीका-चीन ट्रेड वार में इंडिया को फायदा, Apple आ सकती है भारत

aapnugujarat

तनाव के बाद भी पाक नहीं बंद करेगा करतारपुर गलियारे का काम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1