Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઇવાન્કા ટ્રમ્પ ભારત ખાતે વૈશ્વિક ઉદ્યમિતા શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા આ માસના અંતમાં ભારત ખાતે આયોજિત ત્રણ દિવસના વૈશ્વિક ઉદ્યમિતા શિખર સંમેલનમાં આવવાના છે તેને લઇને દેશમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. દેશમાં ટેક સ્ટાર્ટઅપ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમની શરૂઆત ૨૮મી નવેમ્બરથી થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતમાંથી ૪૦૦ અને અમેરિકામાંથી ૮૦૦ લોકોની પસંદગી કરવાની છે. આમ છતાં ઇવાન્કા આવવાના હોઇ ૪૦૦ની સામે ૪૪૦૦૦ જેટલા આવેદનપત્રો આયોજકોને મળ્યા છે. અગાઉ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ પ્રકારના શિખર સંમેલનની કલ્પના કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન ઇવાન્કા સાથે મુલાકાત કરી ચુક્યા છે. ઇવાન્કા ટ્રમ્પના પહેલા પત્નિની પુત્રી અને મોડલ રહી ચુકી છે. તે ફેશન ડિઝાઈનર અને લેખિકા પણ છે. હાલ તે પોતાના પિતા ટ્રમ્પના સલાહકાર તરીકે કાર્યરત છે.

Related posts

हार्वे तूफान से टेक्सास मंे ५८ अरब डॉलर का नुकसान

aapnugujarat

રશિયામાં રેકોર્ડ -૬૭ ડિગ્રી તાપમાન : લોકોના શરીર ઉપર પણ બરફના થર

aapnugujarat

રોનાલ્ડોની હેટ્રિકથી સ્પેન અને પોર્ટુગલ વચ્ચે મેચ ડ્રો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1