Aapnu Gujarat
મનોરંજન

નતાલી પોર્ટમેન પાસે હાલ અનેક ફિલ્મ હાથમાં આવી

ખુબસુરત નતાલી પોર્ટમેન બાળકીને જન્મ આપ્યા બાદ ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થઇ ગઇ છે. તેની પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં છે જે પૈકીની તેની પ્રથમ ફિલ્મ ૨૩મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. વોક્સ લક્સ અને ડેથ એન્ડ લાઇફ નામની ફિલ્મ પણ તેની પાસે છે જેમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે. બાળકીને જન્મ આપ્યા બાદ હવે તે વધારે આરામના મુડમાં નથી. બાળકીનુ નામ અમાલિયા રાખવામાં આવ્યુ છે. ઇ-ન્યુઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૫ વર્ષીય ઓસ્કાર વિજેતા અભિનેત્રી નતાલી પોર્ટમેન બીજી વખત માતા બન્યા બાદ ભારે ખુશ છે. પતિ બેન્જામીન મિલ્લેપેઇડે પણ ભારે ખુશી વ્યક્ત કરી છે. નતાલી અને તેના કોરિયોગ્રાફર પતિએ બ્લેક સ્વાન નામની સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. પેરિસ ઓપેરા બેલેટના પૂર્વ ડાન્સ ડિરેક્ટર બેન્જામીન અને નતાલી પોર્ટમેન પહેલાથીજ પાંચ વર્ષના પુત્ર એલેફના માતાપિતા તરીકે છે. નતાલી પોર્ટમેન તેના સગર્ભા અવસ્થાના ગાળા દરમિયાન ખુબ જ લો પ્રોફાઇલ રહી હતી. પોર્ટમેન જાહેરમાં ખુબ ઓછી વખત વાત કરતી નજરે પડી હતી. પોતાની પુત્રીના જન્મના કારણે તે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લઇ શકી ન હતી. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ઓસ્કાર એવોર્ડ જાહેર કરવામા ંઆવ્યા હતા. ઓસ્કારમાં બાયોપિક જેકી માટે તેની બેસ્ટ અભિનેત્રી માટે નોમિનેશન કરવામાં આવી હતી. જો કે સગર્ભા અવસ્થાના કારણે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ન હતી. નતાલીની ફિલ્મને લઇને તેના ચાહકો રોમાંચ અનુભવે છે.

Related posts

પદ્માવતીમાં અદિતી રાવ રણવીરની પત્ની તરીકે દેખાશે

aapnugujarat

સંજય દત્તની બાયોપિક ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજુ કરાશે

aapnugujarat

રણબીરની સાથે કોઇ સંબંધ હોવાનો શ્રુતિનો સાફ ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1