Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તની બાયોપિક ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજુ કરાશે

સંજય દત્તની બાયોપિક અને કબીર ખાનની ટાઇગર જિન્દા હે એવી ફિલ્મો છે જેની રાહ તમામ ફિલ્મ ચાહકો જોઇ રહ્યા છે. બન્ને મોટી ફિલ્મો છે. વર્ષ ૨૦૧૭ના અંતે પહેલા બન્ને ફિલ્મોને રજૂ કરવાની યોજના હતી. જો કે હવે બોક્સ ઓફિસ પર સંઘર્ષને ટાળવા માટે બન્ને ફિલ્મોને એક સાથે રજૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી મુજબ સંજય દત્તની લાઇફ પર બની રહેલી દત્ત ફિલ્મને હવે માર્ચ ૨૦૧૮માં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે હવે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિન્દાને પહેલા રજૂ કરી દેવામાં આવનાર છે. જ્યારે દત્ત ફિલ્મ મોડેથી રજૂ કરવામાં આવનાર છે.
વિદુ વિનોદ ચોપડા મોટા પાયે દત્ત ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ રણબીર માટે જોરદાર હિટ સાબિત થઇ શકે છે. બોલિવુડના શ્રેષ્ઠ નિર્દેશકો પૈકી એક રાજકુમાર હિરાનીથી કોઇ ચુક થાય તેવી શક્યતા નહીવત છે. જથી બન્ન ફિલ્મમાં જોરદાર ટક્કર થઇ શકે છે. જો કે દત્તની રજૂઆતને આગળ વધારી દેવા માટે કહ્યુ છે. વિતરકો રણબીરની ફિલ્મ માટે ૭૦-૮૦ કરોડ વધારે આપવા માટે તૈયાર ન હતા. કારણ કે ટક્કર રહી હોત તો કમાણી પર અસર થઇ હોત. જ્યારે સ્ક્રીનની વાત આવે છે ત્યારે સલમાનની ફિલ્મન ફાયદો થાય છે. ટક્કર બાદ પણ ટાઇગર જિન્દા હે ફિલ્મ ૨૦૦ કરોડની કમાણી કરી લીધી હોત. સારી પટકથા હોવા છતાં રણબીરની ફિલ્મ ૧૫૦ કરોડ જ કરી શકી હોત. ૩૦મી માર્ચના દિવસે સંજય દત્તની બાયોપિક ફિલ્મ રજૂ કરાશે. રણબીર કપુર છેલ્લે યે દિલ હે મુશ્કેલમાં નજરે પડ્યો હતો. જેમાં તેની સાથે એશની ભૂમિકા હતી.

Related posts

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં ચમકશે

aapnugujarat

લક અને મહેનતના કારણે સલમાનની ફિલ્મ મળી છે : દિશા પટણી

aapnugujarat

સંજય દત્તે કાશીમાં કર્યું પિતાનું પિંડદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1