Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તે કાશીમાં કર્યું પિતાનું પિંડદાન

સંજયદત્ત કાશીમાં ભારે ભક્તિભાવથી પોતાના સ્વર્ગવાસી પિતા સુનીલ દત્તનું પિંડ દાન અને પિતૃતર્પણ કરતાં જોવા મળ્યા. તેમણે પિતાના મૃત્યુ પછી આટલા વર્ષે કેમ પિંડદાન કર્યું તે અંગે જવાબ આપતા કહ્યું કે માતા-પિતાનું ન માનીએ તો શું થાય તેની સજા ભોગવવી પડે છે. જે પરિણામ આવ્યું તે ભોગવવું પડ્યું. પિતાએ મૃત્યુ પહેલાં સંજય દત્તને કહ્યું હતું કે જ્યારે તું પૂર્ણ રીતે આઝાદ થઈ જાય ત્યારે જ મારું પિંડદાન કરશે.
આજે મેં દત્ત સાહેબને આપેલું વચન પૂર્ણ કર્યું.પિતાના મૃત્યુને ૧૨ વર્ષના વહાણા વીતી ગયા પણ મેં તેનું પિંડદાન ન કર્યું. મારા પર કેટલાંક આરોપો હતાં. આજે મારા પરથી તમામ આરોપો હટી ગયા છે. મેં માતા પિતાનું ન માનવાનું પરિણામ ભોગવી લીધું છે.
આજે તમામ ગુનાઓની સજા કાપી ચૂક્યો છું. એટલે જ હું હવે પિંડદાન કરવા કાશી આવ્યો છું. કદાચ દત્ત સાહેબ પણ આ દિવસની રાહ જોઈ રહ્યાં હતા.જેવો હું ઘાટ પર પહોંચ્યો તો છાંટા પડવા શરૂ થઈ ગયા. જેવું પિંડદાન પૂર્ણ થયું કે વરસાદ બંધ થઈ ગયો. આ વરસાદી છાંટાને હું મારા પિતાની તૃપ્તિ અને સંતોષ સમજું છું. મને તેમના આશીર્વાદ મળી ગયા તેમ સમજુ છું. આજે વારાણસીમાં આવીને મારું મન શાંત થઈ ગયું.આજે સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તને બહું જ મીસ કરે છે કદાચ એ પોતાના પિતા માટે પ્રાયશ્રિતની આગમાં સળગી રહ્યો છે.
પિતાનો ઉલ્લેખ કરતાં સંજય દત્તે કહ્યું કે મારા અને દત્ત સાહેબની વચ્ચે જે સંબંધ છે તે એવો છે કે જેમાં એક બે વાર જ મેં તેમની વાત ન માની અને જ્યારે ન માની તેનું બહું જ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું. પિંડદાન કાશીમાં કેમ તે અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે હું પિંડદાન નાસિકમાં કરવા માંગતો હતો.પણ કાશીની ભૂમિનો પ્રતાપ જ કઈંક અલગ છે. મને કુદરતી રીતે જ એક દિવસ વારાણસી આવવાનું આમંત્રણ મળ્યું. મેં તેને ઈશ્વરીય સંકેત માની લીધો. મેં કાશીમાં આવીને પિતાનું પિંડદાન કર્યું. પિંડદાન કરતા જાણે સમગ્ર કાયનાત મારી સાથે હોય તેમ આસમાનમાંથી વરસાદ રૂપે અમૃત વરસ્યું. મને ઈશ્વરના આશીર્વાદની અનુભૂતિ થઈ. કાશીમાં પિંડદાન જ પૂર્વજો માટે સંતાનોએ કરેલું મહાકર્મ છે.

Related posts

એમી જેક્સન રજની સાથે ફિલ્મથી ખુશ

aapnugujarat

પ્રિયંકા અને નિક ઓક્ટોબરમાં લગ્ન કરશે

aapnugujarat

ગુજરાત કલાવૃંદના કલાકારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

editor

Leave a Comment

UA-96247877-1