Aapnu Gujarat
બ્લોગ

ફાઇનાન્સ કંપનીની જોબ ઠુકરાવીને હાઇટેક ખેતીમાં ઝંપલાવતા નર્મદા જિલ્લાના યુવા ખેડૂત ભદ્રેશભાઇની પ્રેરણારૂપી પ્રેરકગાથા

નર્મદા જિલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તાર દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા (શિયાલી) ના ખેડૂત નહારસિંગભાઇ આટીયાભાઇ વસાવાના દિકરા ભદ્રેશભાઇએ પિતાના નામે બાગાયત ખાતાની હાઇટેક ખેતપધ્ધતિ માટે મેળવાયેલી રૂા. ૩૧.૫ લાખની લોન સામે અને સરકારશ્રીની રૂા. ૨૦.૭૧ લાખની મળેલી સહાયના સથવારે સરકારશ્રીએ એમ્પેનલ કરેલ કંપની પાસેથી પોલી હાઉસ બનાવીને કાકડીની રીઝવાન કંપનીની હાઇબ્રીડ જાત મલ્ટી સ્ટારનું ૧ એકરમાં ૮ હજાર રોપાઓનું વાવેતર કરતા રૂા.૧.૪ લાખના ખેતી ખર્ચ સામે રૂા. ૩.૫ લાખની ચોખ્ખી આવક મેળવીને હાઇટેક ખેત પધ્ધતિ માટે અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે. આમ, હાઇટેક ખેત પધ્ધતિથી હવે આદિવાસી ખેડૂત પણ હાઇટેક બની રહ્યોં છે.

ગોપાલીયા (શીયાલી) ના ખેડૂત નહારસિંગભાઇ વસાવા હાલમાં નિવૃત જીવનની સાથોસાથ પોતાની જમીનનો ખેત ઉત્પાદનમાં શ્રેષ્ઠત્તમ રીતે ઉપયોગ થાય તેવી સતત ચિંતામાં હતા. પિતાજીની આ દ્વિધાને સહજતાથી પારખી ગયેલા તેમના બી.કોમ પાસ દિકરા ભદ્રેશભાઇએ તેમની વ્હાઇટ કોલર ગણાતી ફાઇનાન્સ કંપનીની નોકરીને એક ઝાટકે ઠુકરાવી દીધી અને પિતાના સ્વપ્નને સાકાર કરવામાં મશગુલ બની ગયા. ભદ્રેશભાઇ બાગાયત ખાતાના સંપર્કમાં આવી ગયા બાદ હાઇટેક ખેત પધ્ધતિ વિશે જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવી સરકારશ્રી તરફથી પોલી હાઉસ માટે ૭૫ ટકા મળતી સહાયની બાબતથી તેઓ ખુબ જ ઉત્સાહિત બન્યા અને પોલી હાઉસ બનાવવા માટે બાગાયત ખાતાના વડા અને નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઇના સહયોગથી રૂા.૩૧.૫ લાખની લોન અરજી મંજુર કરાવવામાં સફળતા મળતાની સાથે જ ભદ્રેશભાઇના નશીબના દ્વાર ખુલી ગયા.

બેંક દ્વારા રૂા. ૩૧.૫ લાખની લોનની રકમ મળતાની સાથે જ સરકારશ્રી દ્વારા એમ્પેનલ કરાયેલી કંપની પાસેથી પોતાના ખેતરમાં પોલી હાઉસ ઉભુ કરાવ્યું. ભદ્રેશભાઇ કહે છે કે, પોલીહાઉસ બનાવવાની કિંમત ઘણી ઉંચી હતી પરંતુ આ માટે સરકારશ્રીની ૭૫ ટકા જેટલી મળતી સહાયને લીધે જ આ નવીન ખેતપધ્ધતિ અપનાવવા માટે હું ખુબ જ પ્રભાવિત થયો અને તેનાથી આ સાહસ આદરવા માટેની મને પૂરતી હિંમત-જોમ અને જુસ્સો મળ્યો હતો.

ભદ્રેશભાઇ વધુમાં જણાવે છે કે, પોલીહાઉસ બનાવ્યા બાદ ઉપર જણાવ્યા મુજબના બાગાયત કચેરીના માર્ગદર્શન તથા પોતાની કોઠાસુઝનો ઉપયોગ કરીને ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતી કાકડીની રીઝવાન કંપનીની હાઇબ્રીડ જાત મલ્ટીસ્ટારનું તેમની એક એકર જમીનમાં ૮ હજાર રોપાઓનું વાવેતર કર્યું હતુ. જેમાં તેમને રૂા. ૧.૪૦ લાખના ખેતી ખર્ચ સામે માત્ર ૩૦ દિવસના ટૂંકા ગાળામાં શરૂ થયેલા કાકડીના ઉત્પાદન તેમને રૂા. ૩૨ હજાર કિ.ગ્રામ જેટલું ઉત્પાદન મેળવીને બજાર ભાવની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભદ્રેશભાઇએ રાજપીપલા તથા સુરત માર્કેટમાં રૂા. ૧૫ થી રૂા. ૨૦ સુધીનો એક કિ.ગ્રામનો સરેરાશ ભાવ મેળવ્યો હતો. આમ, રૂા. ૧.૪૦ લાખના ખેતી ખર્ચને બાદ કરતા રૂા. ૩.૫ લાખની ચોખ્ખી આવક મેળવીને આદિજાતિ વિસ્તારમાં પ્રગતિશીલ અને જાગૃત આદિવાસી ખેડૂત તરીકે હાઇટેક બાગાયતી ખેતી ક્ષેત્રે વિશેષ સિધ્ધિ હાંસલ કરીને આ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

Related posts

MORNINT TWEET

aapnugujarat

સાઉદીમાં સુધારાનો પવન ફુંકાયો

aapnugujarat

પર્રિકરે રાજીનામું આપી નૈતિકતા સાબિત કરવી જોઈએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1