Aapnu Gujarat
મનોરંજન

સ્વરા ભાસ્કર કુશળ અભિનેત્રી : સોનમ

સોનમ કપુર માને છે કે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં તેની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર ખુબ કુશળ સ્ટાર તરીકે છે. તે હવે તેની સાથે ફરી એકવાર કામ કરી રહી છે. વીર ધ વિડિંગ ફિલ્મમાં સ્વરા ભાસ્કરની સાથે રોલ મળતા સોનમ કપુર ખુબ ખુશ છે. વીર ધ વિડિંગ ફિલ્મ પહેલી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સ્વરા અને કરીના સાથે સોનમ કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે સ્વરા ભાસ્કર જેટલી કુશળ અભિનેત્રી છે તે મુજબ તેને સફળતા મળી નથી. સ્વરા ભાસ્કર અભિનિત અનારકલી ઓફ આરા ફિલ્મના એડિટેડ કરવામાં આવેલા સીન અંગે પુછવામાં આવતા સોનમ કપુરે કહ્યુ છે કે તે આ ફિલ્મ ખુબ શાનદાર ફિલ્મ છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરે યાદગાર ભૂમિકા અદા કરી છે. અનારકલી ઓફ આરા ફિલ્મના લીક કરવામાં આવેલા સેક્સી સીન અંગે પુછવામાં આવતા સોનમ કપુરે કહ્યુ છે કે તે ફિલ્મ નિહાળી ચુકી છે. સોનમ કપુરે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે કોઇ પણ પ્રકારના સેન્સરશીપમાં માનતી નથી. તેનુ કહેવુ છે કે જ્યારે કોઇ ચીજની પસંદગી અંગત રીતે કરવામાં આવે છે ત્યારે સંબંધિત વ્યક્તિ પર જવાબદારી સોંપી દેવી જોઇએ. પ્રેમ રતન ધન પાયો જેવી સુરજ બડજાતિયાની મોટી ફિલ્મમાં તે બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનની સાથે તેની બહેનના રોલમાં નજરે પડી હતી.સ્વરા ભાસ્કર સાથે સોનમ કપુરની મિત્રતા પહેલાથી જ રહી છે. તેમની મિત્રતાને ધ્યાનમાં લઇને જ સુરજ બડજાતિયાએ તેમની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં આ બન્ને અભિનેત્રીને એક સાથે ફિલ્મમાં લીધી હતી. સ્વરા ભાસ્કર દરેક પ્રકારની એક્ટિંગ કુશળતાને લઇને પ્રભાવિત રહી છે. સ્વરા હાલમાં ફરી ચર્ચામાં છે.

Related posts

आलिया ने शुरू की ‘गंगूबाई’ की शूटिंग

aapnugujarat

सुशांत के पिता ने रिया पर लगाया आरोप, बोले – मेरे बेटे को जहर देती थी, हत्यारि है वो

editor

સલમાનની કિક-૨ ફિલ્મ ૨૦૧૯ ક્રિસમસ પર રજૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1