Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વૈશ્વિક માર્કેટમાં અંધાધૂંધી રહેવાની પ્રબળ સંભાવના : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલનો અભિપ્રાય

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે આજે કહ્યું હતું કે, અમેરિકામાં રેટમાં વધારો અને અન્ય લેવામાં આવેલા વિવિધ પગલાના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો અને ખાસ કરીને ઉભરતા બજારો ઉપર ખુબ જ માઠી અસર થઇ શકે છે. આગામી દિવસો પણ ભારતીય બજાર અને અન્ય વૈશ્વિક બજારો માટે ચિંતાજનક રહી શકે છે. ઉર્જિત પટેલની આ પ્રકારની વાત બાદ તમામ કારોબારીઓ સાવધાન થઇ ગયા છે. ફિસ્કલ પોલિસીના અમેરિકામાં લેવામાં આવેલા વિવિધ પગલાની સીધી અસર જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, લેટિન અમેરિકન ડેબ્ટ કટોકટી સહિત અન્ય પગલાઓ પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની અસર આગામી દિવસોમાં જોવા મળશે. હાલમાં જ અમેરિકી બજારમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા બાદ વૈશ્વિક બજારો કડડભુસ થઇ ગયા હતા. આની સીધી અસર ભારતીય બજાર ઉપર પણ થઇ હતી અને સેંસેક્સમાં સપ્તાહના ગાળામાં જ ૨૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ રિઝર્વ બેંકના ગવર્નર એમ પણ કહી ચુક્યા છે કે, ઉથલપાથલનો દોર આગળ વધી શકે છે. આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠક શનિવારના દિવસે મળી હતી જેમાં ઉર્જિત પટેલે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે જોખમી પરિબળો ઉભા થાય છે ત્યારે ઉથલપાથલ ચોક્કસપણે થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ફિસ્કલ પોલિસીના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા છે. ઉભરતા બજારો પણ તેની અસર કરી રહ્યા છે. આ તમામ બાબતો ચિંતાજનક દેખાઈ રહી છે.

Related posts

पीएम मोदी और डोभाल पर हमले की तैयारी कर रहा JeM और ISI : रिपोर्ट

aapnugujarat

एलओसी पर पांच साल में २,२२५ बार हुआ सीजफायर उल्लंघन

aapnugujarat

પેટ્રોલ -ડીઝલની કિંમતમા ફરી વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1