Aapnu Gujarat
ગુજરાત

બે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૨૭૩ ઉમેદવાર મેદાનમાં

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં રાજયમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત મળી બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ તેમના પ્રચાર-પ્રસાર વેગવંતો અને અસરકારક બનાવ્યો છે, તો બીજીબાજુ, રાજય ચૂંટણી પંચના અધિકારીઓએ પણ રાજયની ૭૫ નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેની કવાયત હાથ ધરી છે. રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે ૨૭૩ ઉમેદવારો મેદાનમાં છે, જયારે ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ૧૦૦૫ ઉમેદવારો મેદાનમાં છે. રાજયની આ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેનું પરિણામ એટલે કે, મતગણતરી તા.૨૩મી ફેબ્રુઆરીએ હાથ ધરી જાહેર કરાશે. રાજય ચૂંટણી પંચ દ્વારા રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી અંગેનું વિધિવત્‌ જાહેરનામું તા.૩જી ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ કરાયુ હતુ, જેને પગલે આ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ હતી. બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અંગે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ તા.૮-૨-૨૦૧૮ હતી અને ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ તા.૯-૨-૨૦૧૮ હતી. ઉમેદવારીપત્ર ચકાસણી બાદ હવે બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતના ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. જે મુજબ, બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે ૨૭૩ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ૧૬૦ ઉમેદવારો, જયારે ખેડા જિલ્લા પંચાયતમાં ૧૧૩ ઉમેદવારો મેદાનમાં ઉભા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની એક બેઠક બિનહરીફ થઇ છે. આ સિવાય રાજયની ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ૧૦૦૫ ઉમેદવારો મેદાનમાં છે. ૧૭ તાલુકા પંચાયતો પૈકી સાત બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે તા.૨૧મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. જેમાં ઇવીએમનો ઉપયોગ થશે. આ ચૂંટણી દરમ્યાન પણ મતદારો પોતાના મતાધિકાર દરમ્યાન નોટાનો ઉપયોગ કરી શકશે. જો કોઇ સંજોગોમાં ફેરમતદાનની સ્થિત સર્જાય તો, તા.૨૨મી ફેબ્રુઆરીએ પુનઃ મતદાન યોજવામાં આવશે. ત્યારબાદ તા.૨૩મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. તો બીજીબાજુ, તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. જેમાં અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૫ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ તા.૧૯મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.

Related posts

वाघेला इफेक्ट : गुजरात कांग्रेस में राजकीय भूकंप : बलवंतसिंह राजपूत और तेजश्रीबहन और पीआई पटेल के कांग्रेस से इस्तीफा

aapnugujarat

વસાઇ ગામ પાસે ઇકો કારની ટક્કરથી બે મહિલાનાં મોત

editor

રિવરફ્રન્ટથી ઉડનાર સી પ્લેન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1