Aapnu Gujarat
બ્લોગ

પાણીનું યુધ્ધ ટાળી શકાય

અહીં વાત કોઇ એક રાજ્યની તો નથી જ. પાણીની સમસ્યા માટે આખા દેશની સરખી જ સ્થિતિ છે. પાણીની અછત હાલ આખા દેશની છે એમ કહેવામાં કોઇ અતિશયોકિત નથી જ નથી. આપણા દેશમાં વરસાદની અછત છે એવું પણ નથી, હા અમુક વિસ્તારમાં ભારેખમ વરસાદ હોય તો અમુક વિસ્તારમાં વરસાદ ઓછો હોય છે તે સાચું, પણ જો મેનેજમેન્ટ પરફેક્ટ હોય તો આપણા દેશમાં કદી પાણીની અછત સર્જાય જ નહીં, આ પણ એક કડવી હકીકત છે.
દેશમાં દરેક જગ્યાએ પાણીનું સ્તર નીચે જઇ રહ્યું છે. જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ પાણીનું સ્તર ઊંડું જઇ રહ્યું છે. લોકો બોરવેલ કરીને ધરતીમાંથી પાણી ખેંચી રહ્યા છે, પરંતુ પહેલાની માફક થોડું જ ખોદતા હવે ધરતીમાંથી સરળતાથી પાણી નથી નીકળતું. વધારે ઊંડે સુધી ખોદવું પડે છે અને પાણીને ઉપર ખેંચવંુ પડે છે. વળી હવે તો ઘણી જગ્યાએ એવું બને છે કે પાણી નીકળતું પણ નથી, તો ઘણા બોરવેલ ખોદાયા હોય ત્યારે તેમાંથી પાણી નીકળ્યું હોય પણ અમુક સમય બાદ એવું બને કે પાણી નીકળવાનું બંધ થઇ જતું હોય છે. વેલ અહીં પાણીની અછતમાં આપણી દુરંદેશીની અછત વર્તાઇ જાય છે.
આગળ જણાવ્યું તે પ્રમાણે ભારતમાં વરસાદ થાય છે, હા ઘણી જગ્યા એવી છે જ્યાં વરસાદની તંગી હોય છે, પરંતુ ઘણી જગ્યા એવી પણ છે જ્યાં વરસાદ અઢળક થાય છે. વળી આપણા દેશમાં વરસાદ થાય છે ત્યારે જ જો સરકાર તેને આયોજનપૂર્વક અંડરગ્રાઉન્ડ સાચવી રાખે, એવી જ રીતે લોકો પણ તેને અંડરગ્રાઉન્ડ પોતાના ઘરોમાં સાચવવાની વ્યવસ્થા કરે તો આપણાં દેશમાં ક્યારેય પાણીની અછત સર્જાઈ શકે તેમ છે જ નહીં. અહીં લોકોની તેમજ સરકારી દુરંદેશીનો અભાવ ખરેખર તો જવાબદાર છે વળી જેમ પાણીની બાબતમાં થાય છે કે જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ પાણી ઊંડું જતું જાય છે તેવું જ આપણી સરકારમાં પણ છે જ. તે કોઇપણ પક્ષ હોય, અહીં તો પક્ષને ચૂંટણી સમયે માત્ર આરોપો કરતાં જ આવડે છે, બાકી સત્તા ઉપર આવ્યા બાદ ખરેખર કામ કરવાનો સમય આવે ત્યારે અનેક સમસ્યાઓ સામે આવી જતી હોય છે. વળી આજના જમાનામાં તો જે તે પક્ષ સત્તા ઉપર આવે એટલે સામે વાળો હારેલો પક્ષ બસ ટાંપ માંડીને બેસી જાય છે, દરેક દિવસે તે પક્ષને કઇ રીતે નીચે પાડવો, કઇ રીતે તે પક્ષના વાંક શોધવા અને ખોટા મુદ્દે કઇ રીતે દેશમાં વિરોધો કરવા એ એકમાત્ર કામ વિરોધ પક્ષનું બની જાય છે.આ વર્ષે પાણી પુરવઠાની વિકરાળ સમસ્યા ઉભા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમાં હાલમાં સરકારે ૧૫ માર્ચ બાદ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળી શકે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેડૂતોને ઉનાળુ પાક ના લેવા પણ સલાહ આપવામાં આવી છે. જો કે આ ઉપરાંત હવે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ મહાપાલિકા આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરે તેવી સંભાવના દેખાઇ રહી છે.અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે, જે ઘટાડી દેવાશે રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને ૫૦એમએલડી કરી દેવામાં આવે તેવી સંભાવના છે.નર્મદાના ડેમમાં પાણીના ઓછા સંગ્રહના લીધે રાજય સરકારે સિંચાઈ માટે અને ઈન્ડસ્ટ્રીઝને માર્ચ ૧૫ પછી પાણીના સપ્લાયમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી અને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરવામાં આવે તેવી શકયતા છે. અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરું પાડવામાં આવે છે જે ઘટાડીને ૨૦૦ મિલીયન લીટર કરી દેવામાં આવશે.આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને ૫૦એમએલડી કરી દેવામાં આવશે.દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૭ ટકા પાણી ઓછું હોવાને કારણે સુરતમાં પણ કાપ મુકવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ વખતે પાણીની તંગી છે તે વાસ્તવિકતા છે જેનો સામનો કરવો જ પડશે. અને શહેરોમાં પાણીકાપની વાત કરી હતી.ઊનાળાનો આકરો તાપ શરુ થતાં જ પાણીનો પોકાર ઊઠવા લાગે. નદીનાળા અને કૂવા સુક્કા થતાં આંખોમાંથી પાણી વરસવાનું શરુ થાય. આ વરસે મહારાષ્ટ્રમાં આકરો દુકાળ પશુપક્ષી અને માનવોને કનડી રહ્યો છે. જ્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે નહીંતો આપણે પાણીના બગાડ સામે જોતાંય નથી. ક્યાંક લોકો પીવાના પાણીના એક ગ્લાસ માટે તરસતા હોય છે તો વળી ક્યાંક સ્વીમિગપુલ અને જાકુઝીમાં તેનો વેડફાટ થાય છે. આમ તો પૃથ્વી પર ૭૦ ટકા પાણી છે પણ તેમાંથી મોટાભાગનું સમુદ્રનું ખારું પાણી છે. ફક્ત ૨.૫ ટકા પાણી જ ઉપયોગ માટે મળે છે તેમાંથી ય ૧ ટકો પાણી જ સહેલાઈથી મળી શકે તેમ છે બાકી તો ગ્લેસિયર અને બરફ રુપે અકબંધ છે. તે એક ટકામાંથી ય ૦.૦૦૭ ટકા પાણી જ દુનિયાના અબજો લોકોને માટે પીવા લાયક છે. દુનિયાભરમાં માણસો પાણીનો ઉપયોગ યોગ્ય સમુતલાપૂર્વક કરતાં નથી. યુનાઈટેડ નેશનના કહેવા મુજબ દુનિયાની વસ્તીમાં પાણીનો વપરાશ અનેક ગણો વધી રહ્યો હોવાથી ૨૦૨૫ની સાલ સુધીમાં પાણીની તંગી ઘણી તીવ્ર બનશે. પાણી માટે યુધ્ધ થાય તો ય કંઈ કહેવાય નહીં. દુકાળની પરિસ્થિતિ થતાં જ આપણે સરકારને દોષ આપીએ.. સરકાર પાસે ધા નાખીએ. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે પાણી પહેલાં જ પાળ બાંધે છે. આપણે તેમને પાણીયોધ્ધાઓનું નામ આપી શકીએ. સેન્ડ્રા પોસ્ટલ ગ્લોબલ વોટર પોલિસી પ્રોજેક્ટ પર છેલ્લા પચ્ચીસ વરસથી કામ કરી રહ્યા છે. તેમણે વિશ્વસ્તરે પાણીની કેવી તંગી ઊભી થશે અને તે માટે વ્યવહારુ સુચનો વિશે સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. તેમણે આ વિષયે પુસ્તકો પણ લખ્યા છે. ભારતમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના સ્થાપક અનિલ અગ્રવાલે લોકોને પાણી માટે સ્વયંભૂ મહેનત કરીને તેની તંગીને પહોંચી વળવાની પ્રેરણા આપી. આજે ગુગલ ઉપર જલ સ્વરાજ નામે વેબસાઈટ ધ્વારા રેઇન હાર્વેસ્ટ શું કામ અને કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપણને મળે છે. સાથે જ રેઇન હાર્વેસ્ટિંગ કરતાં લોકોનો ડેટાબેઝ નામ, એડ્રેસ અને ટેલિફોન નંબર પણ વેબસાઈટ ઉપરથી મળી રહે છે.
સૌરાષ્ટ્ર પંથકમાં લગભગ દર વરસે પાણીની તંગી અનુભવાતી હતી. તેમાંથી કેટલાક લોકોએ આગેવાની લઈને પોતાનું ગામ જ નહીં આસપાસના બીજા લોકોને પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રયત્નો કરવા પ્રેરણારુપ બન્યા છે. તેમાંથી હરદેવસિંહ જાડેજા(રાજ સમઢિયાળા ગામ) ,મનસુખભાઈ સુવાગિયા સરકારી અધિકારી પણ તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકોની મદદથી સસ્તા દરે ચેક ડેમ બાંધવાની ગામવાળાઓને પ્રેરણા આપી ધરતીમાં પાણીનું પ્રમાણ વધાર્યું.સૌરાષ્ટ્ર ભરમાં ૧૦૦થી વધુ ગામોમાં તેમણે ગામલોકની મદદથી ચેકડેમ અને તળાવો ધ્વારા વરસાદના પાણીને સંગ્રહ કરવાની પ્રેરણા આપી. ભાયાવદર ગામના પ્રેમજીભાઈ પટેલે જમીનનું ધોવાણ અટકાવવા ગામને વૃક્ષો વાવવાની અને પારંપારિક ચેક ડેમ બાંધવા પ્રેરિત કર્યા. ધોરાજી ગામના શામજીભાઈ જાદવજી ભાઈ અંતાલાનું નામ સૌરાષ્ટ્ર પંથકમાં ગૌરવપૂર્વક લેવાય છે. તેમણે વરસો સુધી લોકોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કૂવા રિચાર્જ કરવાની સાદી સીધી ટેકનિક ધ્વારા હરિયાળી ક્રાંતિની પ્રેરણા આપી છે. તેઓ રેઇન મેકરના નામે પણ પ્રસિધ્ધ છે.મન હોય તો માળવે જવાય આ કહેવત આપણે ત્યાં જાણીતી છે. ફક્ત ગુજરાતમાં જ નહી… ભારતભરમાં અનેક લોકોએ પાણી માટે પોતાને પડતી અગવડોમાંથી માર્ગ કાઢ્યો છે. તેને માટે પૈસા,શિક્ષણ કે સરકારની મદદની જરુર નથી તેવું ય પુરવાર કર્યું છે. કર્ણાટકના મેંગ્લોર શહેરથી ૩૨ કિલોમીટર દૂર આવેલા કેપુલાકોડી ગામ ડુંગરાઓ પર વસ્યું છે. ચોમાસામાં ડુંગરાનો લપસણો ઢાળ ઊતરીને લોકોએ પાણી ભરવા નીચે ઊતરવું પડતું જે જોખમી હતું. તેવામાં જાનકી નામની ૪૦ વરસની અભણ ચાર બાળકોની ગરીબ માતાએ રસ્તો કાઢ્યો. બાંબુને સાડીથી બાંધીને તેને ગરણી જેવો આકાર આપીને વરસાદના પાણીને તે ઘરના ખાડામાં ભરી લેતી. પંદર મિનિટ પડતાં વરસાદમાંથી પણ તેને એક દિવસ માટે ઘર માટે જરુરી પાણી મળી રહેતું. તેનું જોઇને એ વિસ્તારના અન્ય લોકોએ પણ આ ટેકનિક અજમાવી રેઇન હાર્વેસ્ટિંગ કરવાનું શરુ કર્યું. ગ્લોબલ વાર્મિંગ અને વધતી વસ્તી સાથે પાણીની સમસ્યા સતત વધવાની છે. પાણી જીવન માટે હવા જેટલું જ જરુરી હોવા છતાં તેને વિશે ગંભીરતાથી દરેક વ્યક્તિએ વિચારવાની જરુર છે.
પ્રેરણા જોઇતી હોય તો આપણી આસપાસ શોધીશું તો અનેક લોકો મળી આવશે. અને નહીં તો છેવટે ગુગલ તો છે જ જોઇતી માહિતી સુધી પહોંચાડવા માટે.બીજું કંઇ નહીં તો આપણે રોજના વપરાશમાં પાણીનો બગાડ કરવાનું ઓછું કરીએ તો ય સમાજ માટે ઉપયોગી થઈ શકીએ.

Related posts

મોદીનો કરિશ્મા હજી ઝંખવાયો નથી…..

aapnugujarat

સંસદમાં ડ્રામેબાજી અને લોકતંત્રનાં ઉત્તમ કલાકાર

aapnugujarat

धमाकेदार जोक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1