Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ૬.૧ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ

અફગાનિસ્તાન-તઝાકિસ્તાન સરહદ ઉપર ૬.૧ની તીવ્રતાનો પ્રચંડ આંચકો અનુભવયા બાદ તેની સીધી અસર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં થઇ હતી જેમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને કાશ્મીર ખીણનો સમાવેશ થાય છે. દિલ્હી અને એનસીઆરના વિવિધ વિસતારોમાં આની અસર જોવા મળી હતી. લોકો સુરક્ષા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તઝાકિસ્તાન સરહદ નજીક હોવાનું જાણવા મળ્યું છે. આનું કેન્દ્ર ૧૯૦ કિલોમીટર જમીનની નીચે હોવાનું જાણવા મળ્યું છે. નવી દિલ્હીમાં દિલ્હી મેટ્રો ટ્રેનોને ટુંકાગાળા માટે રોકવામાં આવી હતી. જો કે, સેવા યથાવત રાખવામાં આવી હતી. ખીણમાં પણ આની અસર જોવા મળી હતી. લોકો ઇમારતો અને વાહનોમાંથી બહાર આવી ગયા હતા. અધિકારીઓએ સાવચેતીના પગલારુપે વિજપુરવઠો કાપી નાંખ્યો હતો. કાશ્મીરના અનેક ભાગોમાં પણ આંચકો અનુભવાયો હતો અને ઓકટોર ૨૦૦૫ના વિનાશકારી ભૂકંપની યાદ તાજી થઇ હતી જેમાં ભારે નુકસાન થયું હતું. આજે અફઘાનિસ્તાન-પાકિસ્તાન અને ઉત્તર ભારતના જુદાજુદા ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ૬.૧ની તીવ્રતાના આંચકાથી અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં નુકસાન થયું છે. અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. દિલ્હીના બહાદુરશાહ ઝફર માર્ગ ઉપર ઓફિસમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબમાં પણ આંચકા અનુભવયા હતા. બપોરે ૧૨.૩૭ વાગે આંચકો આવ્યો હતો. ભારતમાં આ આંચકાથી કોઇ વધારે નુકસાન થયું નથી. હિમાચલ પ્રદેશમાં સિમલા, ધર્મશાલા, ઉના, હમીરપુર અને મંડીમાં આની અસર જોવા મળી હતી. પાકિસ્તાનમાં ૬.૧ની તીવ્રતાનો આંકડો અનુભવાયો હતો. બલુચિસ્તાનમાં લાસબેલા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયુ ંહતું. ભૂકંપથી ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા છે. અમેરિકી જીયોલોજિકલ સર્વેના કહેવા મુજબ ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૩૭ વાગે આંચકો આવ્યો હતો. આનુ કેન્દ્ર હિન્દુકુશ પહાડીમાં તઝાકિસ્તાન સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની ઉત્તરીય સરહદ પર જમીનથી ૧૯૧ કિમી નીચે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે હોવાના કારણે જાનમાલનું નુકસાન ટળી ગયું હતું. જો કે, આજે દિવસ દરમિયાન ભૂકંપને લઇને ચર્ચા રહી હતી. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પ્રચંડ આંચકાની અસર થઇ હોવા છતાં નુકસાન ટળી જતાં તંત્રને રાહત થઇ હતી. નવી દિલ્હીમાં દિલ્હી મેટ્રો ટ્રેનને રોકવામાં આવ્યા બાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં અફડાતફડી રહી હતી. સાવચેતીના પગલા રુપે વિજ પુરવઠો અધિકારીઓએ કેટલાક વિસ્તારમાં કાપ્યો હતો. પાકિસ્તાનમાં સૌથી વધારે અસર થઇ હોવાના અહેવાલ મળ્યા છે જ્યા એક બાળકીનું મોત થયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

મ્યાનમાર : ૧૦૦થી વધુ હિન્દુ લોકોની ઘાતકી હત્યા થઈ હતી : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં ધડાકો

aapnugujarat

મિસિસિપીમાં ગોળીબાર : ૪નાં મોત

aapnugujarat

अमेरिका-चीन अगले चरण की व्यापार वार्ता के लिए सहमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1