Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યશવંતસિંહાએ તમામ હદને પાર કરી છે : તેલંગાણા ભાજપનાં પ્રવક્તા કૃષ્ણસાગર રાવ

ભાજપના નેતા યશવંતસિંહાએ અલગ રાજકીય મોરચાની રચના કર્યાના એક દિવસ બાદ ભાજપની અંદર નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ભાજપના તેલંગાણા એકમે કહ્યું છે કે, યશવંતસિંહા અને શત્રુઘ્ન સિંહાએ તમામ મર્યાદાને પાર કરી લીધી છે. આ બંને નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી લેવો જોઇએ. યશવંતસિંહાએ ભાજપ ઉપર છેલ્લા ઘણા દિવસથી આકરા પ્રહારો કર્યા બાદનવી દિલ્હીમાં ગઇકાલે રાષ્ટ્રીય મંચ નામથી નવા રાજકીય મોરચાની શરૂઆત કરી હતી. આ મોરચો કેન્દ્ર સામે લડત ચલાવનાર છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહા કહી ચુક્યા છે કે, તેની નીતિઓ સામે આ મોરચો લડત ચલાવશે. બીજી બાજુ શત્રુઘ્નસિંહાએ કહ્યું છે કે, આ ફોરમમાં તેઓ સામેલ થઇ રહ્યા છે. કારણ કે, તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે પાર્ટીમાં તક મળી રહી નથી. તેલંગાણા ભાજપના પ્રવક્તા કૃષ્ણસાગર રાવે કહ્યું છે કે, પાર્ટી મજબૂતરીતે માને છે કે, રાષ્ટ્રીય પાર્ટીમાં શિસ્ત જાળવવામાં આવે તે જરૂરી છે. આ બંને નેતાઓએ તમામ મર્યાદા પાર કરી લીધી છે. સિનિયર નેતા તરીકે તમામ બાબતો તરફ ધ્યાન આપી રહ્યા નથી. પાર્ટીને બદનામી અપાવવાનું કામ કરી રહ્યા છે. ભાજપ લીડરશીપે આ બંને સામે કાર્યવાહી કરવી જોઇએ અને નક્કર પગલા લેવા જોઇએ. ભાજપના પ્રવક્તાના કહેવા મુજબ ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ચૂંટાયેલા શત્રુઘ્નસિંહાએ રાજીનામુ આપવું જોઇએ. કૃષ્ણસાગર રાવનું કહેવું છે કે, ભાજપ સાથે છેડો ફાડી લીધા બાદ બંને સાથે કોઇ સંબંધો રહેશે નહીં.

Related posts

19 नवंबर को बंद होंगे बद्रीनाथ धाम के कपाट

editor

राज्यसभा में शाह ने धारा 370 हटाने का संकल्प किया पेश

aapnugujarat

नौकरियां बढ़ाने के लिए कॉर्पोरेट कम्पनियां खोलेंगी 700 MSME क्लस्टर : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1