Aapnu Gujarat
રમતગમત

ઇન્ડિયા ઓપનમાં સાયના, સંધુ હોટ ફેવરિટ તરીકે હશે

બેડમિંટનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે, ઇન્ડિયા ઓપન ૨૦૧૮ની રોમાંચક શરૂઆત થઇ ચુકી છે જેમાં તમામ સ્ટાર બેડમિંટન ખેલાડીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. ભારત તરફથી ઇન્ડિયા વતનમાં સાઇના નેહવાલ અને પીવી સંધુ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરી રહી છે. ઇન્ડિયા ઓપન ચોથી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. આમા કુલઇનામી રકમ ૩૫૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. નવી દિલ્હીમાં સિરિ ફોર્ટ ઇન્ડોર સ્ટેડિયમમાં આની શરૂઆત થઇ છે. ૨૦૧૮ બીડબલ્યુએફ વર્લ્ડ ટુર્નામેન્ટની આ ચોથી સ્પર્ધા છે. ઇન્ડિયા ઓપન ચેમ્પિયનશીપ ૨૦૦૮થી દર વર્ષે યોજાય છે. ઇન્ટરનેશનલ સ્પર્ધા હોવાથી આમા તમામ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે. નિરાશાજનક સમાચાર એ છે કે, વિશ્વના ટોપ બે ખેલાડી વિક્ટર એક્સેલસન અને તાઈવાની ખેલાડી તાઈ ઝુ રમનાર નથી. આ બે ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમને રાહત મળી શકે છે. પીવી સંધુ, સાયના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત માટે અહીં ચેમ્પિયન્સ બનવા માટેની તક રહેલી છે. સ્પેનની કેરોલીના મારિન હોટફેવરિટ બનેલી છે. જો કે, ભારતીય ખેલાડી તેને પડકાર ફેંકી શકે છે. વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડી કે શ્રીકાંત પુરુષોના વર્ગમાં ફેવરિટ દેખાઈ રહ્યા છે. એક પખવાડિયા પહેલા જ તે ટ્રેનિંગની શરૂઆત કરી ચુક્યો છે. ઇન્ડોનેશિયન અને મલેશિયન માસ્ટર્સમાંથી તે ખસી ગયો હતો પરંતુ ઇન્ડિયા ઓપનમાં જોરદાર દખાવ કરવા માટે ઇચ્છુક છે. સિરી ફોર્ટ સ્ટેડિયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા ઓપનમાં તાજ જાળવી રાખવા પીવી સંધુ સજ્જ દેખાઈ રહી છે. ભારતના અન્ય ખેલાડીઓને પણ સારી તક રહેલી છે. આ વર્ષના ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ ૩૫૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે.
બીડબલ્યુએફ રેગ્યુલેશન મુજબ ઇનામી રકમનું વિતરણ કરવામાં આવનાર છે. સિંગલ્સ અને ડબલ્સ બંને સ્પર્ધા રમાશે. પ્રથમ ક્રમાંકિત વિક્ટર ખસી ચુક્યો છે. બીજી બાજુ વિજેતા બનનાર ખેલાડીને ૯૨૦૦ ડોલરની રકમ મળનાર છે. કુલ ઇનામી રકમ ઉલ્લેખનીય હોવાથી સ્પર્ધા વધારે તીવ્ર રહી શકે છે. ૨૬૨૫૦ ડોલર વિજેતાને અને ૧૩૩૦૦ ડોલર રનર્સઅપને મળનાર છે.

 

Related posts

सिनसिनाटी ओपन : फेडरर और जोकोविच जीते

aapnugujarat

ભારત વાપસી કરી શકે છે : ડીન જોંસ

aapnugujarat

कभी नहीं सोचा था कि ऐसी पारी खेलूंगा : मोर्गन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1