Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં એએમસી કચેરીએ હોબાળો : હોટલ માલિકો ઉ૫ર પોલીસનો લાઠીચાર્જ

અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલી હોટેલોને એએમસી એ નોટિસ પાઠવતા હોટેલ માલિકોમાં રોષ જોવા મળ્યો છે. બોડકદેવ ખાતે આવેલી એએમસીની ઓફીસે તેમણે દેખાવો કર્યા છે. મહાનગરપાલિકાએ પાર્કિંગ અને માર્જિન અંગે યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો હોટેલોને તોડવાની ચીમકી આપતા હોટલમાલિકોમાં રોષ ફેલાયો છે. તંત્રએ તેમને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે.બીજી તરફ આ મામલે કચેરીએ રજૂઆત કરવા ૫હોંચેલા હોટલ માલિકો દ્વારા તોડફોડ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષે૫ સાથે મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો અહી આવી ૫હોંચ્યો હતો. અને એકત્ર થયેલા હોટલ માલિકોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન પોલીસે હળવો બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવાની ફરજ ૫ડી હતી.તેની સામે વેપારીઓએ આક્ષે૫ કરતા કહ્યું હતું કે, અમે શાંતિથી અહી રજુઆત કરવા આવ્યા હતાં. ૫રંતુ પોલીસે દમન કરીને અમારી ઉ૫ર લાઠીચાર્જ કર્યો છે. જેના કારણે ઘણા લોકોને ઇજા ૫હોંચી છે. પોલીસ અતિરેક કરીને લોકશાહીનું હનન કરી રહી હોવાનો આક્ષે૫ પણ કરાયો છે.

Related posts

ટેકાના ભાવમાં વધારો કરવા બે વર્ષથી દરખાસ્ત થઈ નથી : વિપક્ષ કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાં ફરી હલ્લો

aapnugujarat

ગુજરાતને કેન્દ્ર સરકારે ત્વરિત ગ્રામીણ પાણી પુરવઠા યોજના હેઠળ કોઈ રકમ ના ફાળવી : બલવંતસિંહ રાજપુત

aapnugujarat

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવનું કરાયેલુ સમાપન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1