Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : રોજર ફેડરર સેમિફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોજર ફેડરર વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. સેમિફાઈનલમાં પહોંચનાર રોજર ફેડરર બીજો સૌથી મોટી વયનો ખેલાડી બની ગયો છે. ફેડરરે બર્ડિક ઉપર બે કલાક અને ૧૪ મિનિટની મેચમાં ૭-૬, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી સેમિફાઇનલમાં કુચ કરી લીધી છે. સેમિફાઇનલમાં રોજર ફેડરર હવે કિલર બનેલા ખેલાડી સામે રમનાર છે. રોજર ફેડરર ૧૪મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. આની સાથે જ ઓપનએરામાં સૌથી વધુ વખત સેમિફાઇનલમાં પહોંચનાર રોજર ફેડરરે જીમી કોનર્સની બરોબરી કરી લીધી છે. જીમી કોનર્સે ૧૪ વખત સેમિફાઇનલમાં કુચ કરી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ ત્રણ પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોર્ટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન દિનપ્રતિદિન રોચક બની રહી છે.ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આગામી દિવસોમાં વધુ રોમાંચક બને તેવા સંકેત છે. ચાહકો ભારે ઉસુક દેખાઇ રહ્યા છે. આ વખતે હજુ સુધી કેટલાક મોટા ઉલટફેર થઇ ચુક્યા છે જેમાં રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવા અને અમેરિકાની વિનસ વિલિયમ્સની હાર થઇ ચુકી છે. પુરુષોના વર્ગમાં પણ કેટલાક મોટા ખેલાડી હારી ચુક્યા છે. જોવાક જોકોવિક, રાફેલ નડાલ સહિતના ટોપ ખેલાડી હારી ચુક્યા છે. ડિમિત્રોવ પણ હારી ચુક્યો છે. આવી સ્થિતિમાં હવે રોજર ફેડરર એક તરફી ફેવરિટ બની ગયો છે.

Related posts

પાકિસ્તાન વિરૂદ્ધની મેચને લઈ ભારતીય ટીમ સજ્જ

aapnugujarat

अश्विन, कुलदीप के लिए पिछले आस्ट्रेलियाई दौरे का अनुभव अहम

editor

બીસીસીઆઈ ઓફિસમાં ઇન્કમ ટેક્સની તપાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1