Aapnu Gujarat
બ્લોગ

જંકફુડના લીધે નાની વયમાં દાંતની તકલીફ શરૂ થાય છે

એક જમાનામાં શરીરમાં દાંતની તકલીફો કે સમસ્યા ૪૦ વર્ષની ઉમંર બાદ શરૂ થતી હતી પરંતુ આજની ભાગદોડભરી, અનિયમિત અને જંકફુડવાળી જીંદગીમાં માત્ર ત્રણ-ચાર વર્ષની ઉમંરથી બાળવયેથી દાંતની તકલીફો અને સમસ્યાઓ શરૂ થઇ જાય છે એમ અત્રે શહેરના જાણીતા દાંતના નિષ્ણાત તબીબો ડો.પ્રણવ શાહ, ડો.સુહાની શાહ અને ડો.ધર ઠાકરે જણાવ્યું હતું. ડો.પ્રણવ શાહ અને ડો.સુહાની શાહ લિખિત દાંતનો સેલ્ફી(દાંતની સારવારનો આધુનિક એન્સાયકલોપિડિયા)ના વિમોચન પ્રસંગે નિષ્ણાત તબીબોએ દાંતના રોગો અને તકલીફોથી બચવા શકય હોય ત્યાં સુધી ગળપણ અને ખાસ કરીને મીઠાઇઓથી દૂર રહેવાની સાફ શબ્દોમાં સલાહ આપી હતી. આ નિષ્ણાત તબીબોએ નિખાલસપણે સ્વીકાર્યુ હતું કે, અગાઉના વર્ષોમાં દાંતની આટલી બધી તકલીફ કે સમસ્યાઓ જોવા મળતી ન હતી પરંતુ હવેની આધુનિકતા અને ભોગદોડભરી જીંદગીમાં માણસ જંકફુડના સહારો લેતો થઇ ગયો છે. મોટાભાગના લોકો જંકફુડના સહારે જ રોજિંદા દિવસો પસાર કરી લેતા હોય છે, જેની સીધી અસર તમારા શરીર અને આરોગ્ય પર પડતી હોય છે. આજના સમયમાં ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં દાંતના રોગો પણ જાહેર આરોગ્ય જવાબદારી બની ગઇ છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટ કર્યું છે કે, ઓરલ હેલ્થ એ આપણી જનરલ હેલ્થમાં આંતરિક ભાગ છે. ભારત સહિતના વિકાસશીલ દેશોમાં હજુ પણ ઓરલ હેલ્થ કેર સર્વિસના મર્યાદિત જોવા મળે છે, જેના પરિણામે દાંતની સારવાર લોકો કરાવતા નથી અને દાંત સારવાર કે માવજત વિનાના જ રહી જાય છે. ઘણીવાર લોકો દર્દ કે પ્રતિકૂળતાને લઇ દાંતની સારવાર ટાળતા હોય છે પરંતુ હિતાવહ નથી. એક અંદાજ મુજબ, ભારતમાં ૪૦થી ૫૦ ટકા શાળાના બાળકો દાંતના સડા કે તકલીફથી પીડાય છે., જયારે પુખ્યવયના ૯૦ ટકા લોકોમાં દાંતના રોગો કે સમસ્યાઓની તકલીફ જોવા મળતી હોય છે. વર્લ્ડ ડેન્ટલ ફેડરેશનના અંદાજ પ્રમાણે, ૬થી ૧૯ વર્ષની વયના ૮૩ ટકા બાળકોમાં દાંતની તકલીફ જોવા મળી હતી. દાંતના રોગો અને તેની સારવાના મુદ્દાને હવે વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવાઇ રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકોએ પણ દાંત બાબતે ખૂબ જાગૃતિ કેળવવાની જરૂર છે. ડો.પ્રણવ શાહ અને ડો.ધર ઠાકરે જણાવ્યું હતું કે, દાંતની તકલીફ થવા પાછળ સૌથી મોટું કારણ ફુડ હેબીટ છે અને તેમાંય જંક ફુડ, ગળપણ અને મીઠાઇઓથી દાંતનો સડો અને રોગો થવાની સંભાવના ઘણી વધી જાય છે. જો દાંતને સારા રાખવા હોય તો, ગળપણ અને મીઠાઇઓથી દૂર રહેવું, દિવસમાં બે વાર સારી રીતે બ્રશ કરવું અને કોઇ તકલીક કે સમસ્યા જણાય તો તેને ગંભીરતાથી લઇ સારા ડેન્ટીસ્ટ પાસે જઇ સારવાર કરાવવી. ડો.પ્રણવ શાહ અને ડો.સુહાની શાહ લિખિત દાંતનો સેલ્ફી પુસ્તક દાંતના રોગના એક દર્દી સાથે રીયલ સંવાદના આધાર પર લખાયેલી વાત છે, જેમાં દાંતની તકલીફો, તેની સારવાર, તેના ઉપાયો સહિતની તમામ ઉપયોગી માહિતી અને જાણકારી ઉપલબ્ધ બનાવવામાં આવી છે. પુસ્તકના વિમોચન પ્રસંગે નિર્મલભાઇ શાહ, નવભારત સાહિત્યના મહેન્દ્રભાઇ શાહ, વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલેટવાલા, આશિષ ઝવેરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાથી પક્ષોની નારાજગી ભાજપ માટે મુશ્કેલી સર્જશે

aapnugujarat

प्रणव दा : एक एक सीढ़ी चढ़ते हुए राजनीति के शिखर पर सत्तासीन हुए!

editor

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1