Aapnu Gujarat
ગુજરાત

પરેશ ધાનાણી આજે વિપક્ષના નેતા તરીકેનો હવાલો સંભાળશે

કોંગ્રેસપક્ષના યુવા નેતા પરેશ ધાનાણી  આજે વિધિવત્‌ રીતે વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે સત્તાવાર ચાર્જ સંભાળી લેશે. ગાંધીનગર સચિવાલય ખાતે આવતીકાલે પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ પરેશ ધાનાણી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજશે અને વિધાનસભામાં ખેડૂતો, યુવાઓ, મહિલા સુરક્ષા સહિતના પ્રશ્નોને લઇ ભાજપ સરકારને કેવી રીતે ઘેરવી તેની રણનીતિ તૈયાર કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના ઉત્કૃષ્ટ અને આક્રમક દેખાવ બાદ વિધાનસભામાં સરકારની સામે રજૂઆત કરવામાં અને લડત આપવામાં મજબૂત નેતાને જવાબદારી સોંપવાનું કામ કોંગ્રેસ માટે ઘણું કપરું હતું. જો કે, આંતરિક વિવાદ અને બળાપા વચ્ચે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના માનીતા અમરેલી યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી પર પસંદગી ઉતારી હતી અને તેમની વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂંક કરી હતી. જેથી હવે આવતીકાલે પરેશ ધાનાણી ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિરોધપક્ષના નેતા તરીકેનો વિધિવત્‌ કાર્યભાર સંભાળી લેશે. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શકયતા છે. વિપક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પરેશ ધાનાણી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક મહત્વની બેઠક યોજવાના છે અને તેમાં વિધાનસભામાં ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ખાસ કરીને પાણી, ખેતી, સિંચાઇ, રોજગારી, શિક્ષણ સહિતની સમસ્યાઓ તેમ જ ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇ સરકારને કેવી રીતે ઘેરવી અને સરકાર પાસે કયા પ્રકારે ઉગ્ર માંગણી કરી તેની અસરકારક અને ઝડપી અમલવારી કરાવવી તેની રણનીતિ તૈયાર કરશે. આ માટે પરેશ ધાનાણી કોંગ્રેસના ધારાસભ્યોને કેટલીક સૂચના અને નિર્દેશો પણ આપશે તો સાથે સાથે પક્ષના કેટલાક સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પાસેથી સૂચન પણ જાણશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના યુવા નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સ્પષ્ટવકતા અને આક્રમક સ્વભાવવાળા છે, તેથી આ વખતે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કોઇ યુવા હાથમાં હોઇ પ્રજાના પ્રશ્નોની અસરકારક રજૂઆત થશે અને તેનો ફાયદો જનતાને મળશે તેવુ લાગી રહ્યું છે.

Related posts

પંચમહાલના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદ ગ્રહણ કર્યું

editor

तुअर खरीदी की समय अवधि ३१ मई तक की गई

aapnugujarat

અમદાવાદનાં સાત પશુ દવાખાનાઓની બિસ્માર હાલત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1