Aapnu Gujarat
બિઝનેસ

પેટ્રોલ પેદાશોની બચત કરવા સાયકલ ઉપયોગી : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈન

તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ- સક્ષમ ૨૦૧૮ અંતર્ગત શહેરમાં આજે સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૩૦૦થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો તો સાથે સાથે તેલ અને ગેસના વપરાશમાં બચત કરી તેના સંરક્ષણ અને જાળવણી માટે ઉપસ્થિત વિશાળ જનસુમદાય દ્વારા શપથ લેવામાં આવ્યા હતા અને માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈને જણાવ્યું હતું કે, સાયકલના ઉપયોગથી પણ પેટ્રોલિયમ પેદાશોની બચત અને પર્યાવરણનું રક્ષણ સુંદર રીતે થઇ શકે છે. તેમણે રોજબરોજની જીંદગીમાં વાહનો અને પેટ્રોલ-ડિઝલ અને ગેસનો વધુ પડતો ઉપયોગ કરવાને બદલે સાયકલનો વપરાશ વધારવા પર ભાર મૂકયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પાસે પેટ્રોલિયમ પેદાશોના મર્યાદિત સંશાધનો સામે ભાવિ પડકારો બહુ છે અને જો હુજ પણ આપણે તેલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોની ગંભીરતા કે તેનું મૂલ્ય સમજીશું નહી તો, આવનારી પેઢીને તેના માઠા પરિણામો ભોગવવાની પરિસ્થિતિનું નિર્માણ થશે. સક્ષમના આ મહાઅભિયાનમાં ગુજરાતનો જન-જન જોડાઇ તેમા ંલોકભાગીદારી થાય તે જ અમારો આશય છે. એક મહિના સુધી ચાલનારા તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ-૨૦૧૮ દરમ્યાન લોકોને કાર પુલીંગ કરવું, વાહનોમાં થતું લીકેજ કેવી રીતે અટકાવવું, ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ કરી પેટ્રોલ-ડિઝલની બચત કરવી, પેટ્રોલ-ડિઝલ, ગેસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સહિતની બાબતોની સમજણ આપી જાગૃતિ ફેલાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક ખાતે આજે સવારે સાત વાગ્યે સાયકલ રેલીનો આરંભ થયો હતો. જેને તેલ ઉદ્યોગના રાજયકક્ષાના સંયોજક સંજીવકુમાર જૈન, રમેશચંદ્ર પટનાયક, જીએમ-રિટેલ (એચપીસીએલ), એનડી અગ્રવાલ ડીજીએમ-રીટેલ(બીપીસીએલ), આર કુમાર સીજીમ-ગેઇલ અને ગુજરાત સ્ટેટ સાયકલ ફેડરેશનના કે.પટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ સાયકલ રેલી ૧૨ કિલોમીટરનું અંતર કાપી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમાપ્ત થઇ હતી. આ પ્રસંગે ૩૦૦થી વધુ સાયકલીસ્ટો, ઉપસ્થિત વિશાળ જનસુમદાય સહિતના લોકોને પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ, તેની જાળવણી અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Related posts

એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે સમિતિ રચાઈ

aapnugujarat

વિજય માલ્યાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપોને આખરે પાયાવિહોણા ગણાવ્યા

aapnugujarat

बजट में किसानो से लेकर इंफ्रास्ट्रक्चर तक सबका ध्यान रखा : मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1