Aapnu Gujarat
બિઝનેસ

ટેલિકોમ નીતિમાં વેરા ઘટવાની શક્યતા

ટેલિકોમ સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ ન્યૂ ટેલિકોમ પોલિસીમાં લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ અને અન્ય ચાર્જમાં ઘટાડો કરવા અંગે વિચારશે એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નવી પોલિસીમાં એવા પણ સંકેત આપવામાં આવશે કે મંત્રાલય માટે માત્ર આવક મેળવવી જ મુખ્ય ચિંતાનો વિષય નથી.
એનટીપી માર્ચના અંત સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે.લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જમાં ઘટાડા અંગે અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટ્‌્રાઇએ આ અંગે અમને બે વખત લેખિતમાં રજૂઆત કરી છે કે, આ સંપૂર્ણ માળખું બદલવાની જરૂર છે કારણ કે ભાવ ઘણા વધારે છે. એમ ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને જણાવ્યું હતું.અત્યારે ટેલિકોમ કંપનીઓ લાઇસન્સ ફી પેટે તેમની વાર્ષિક એડ્‌જસ્ટેડ ગ્રોસ રેવન્યુના ૮ ટકા જેટલી રકમ અને સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ પેટે એજીઆરના ૩ ટકા જેટલી રકમ ચૂકવે છે. ટેલિકોમ ઉદ્યોગમાંથી સરકારને આ બે ફીમાંથી જ મુખ્ય આવક મળે છે.સુંદરરાજને કહ્યું હતું કે, એનટીપી મારફતે સરકાર એવા સંકેત આપશે કે આવક એ ચિંતાનો મુખ્ય વિષય નથી. ચિંતાનો મુખ્ય વિષય એક અબજ લોકોને સારી સર્વિસિસ મળે તે જ હોવો જોઈએ. ભૂતકાળમાં સૌથી વધુ ધ્યાન આવક મેળવવા પર કેન્દ્રિત થયું હતું અને હવે આપણે તેમાં સુધારો કરવાની જરૂર છે.ટેલિકોમ મંત્રી મનોજ સિંહાએ થોડાક દિવસો પહેલાં જ અમને જણાવ્યું હતું કે, ટેલિકોમ ઉદ્યોગનો ઉપયોગ રૂપિયા મેળવવાના સાધન તરીકે ના થવો જોઈએ અને સરકારી તિજોરીને જે વેરાઓમાંથી આવક થાય છે તે વેરાઓના દર તર્કસંગત હોવા જરૂરી છે.તેમના શબ્દોની એરણે હવે ટેલિકોમ ડિપાર્ટમેન્ટના ટોચના અમલદાર સુંદરરાજને પણ સમાન અર્થ સૂચવતી ટિપ્પણી કરી છે. ટેલિકોમ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી વેરાઓમાં તીવ્ર ઘટાડાની અને સ્પેક્ટ્રમના ભાવ નીચે લઈ જવાની માંગણી કરતું આવ્યું છે અને મંત્રી તથા સચિવ બંનેની ટિપ્પણી ઉદ્યોગની ઇચ્છા સાથે સુસંગત છે.ટેલિકોમ કંપનીઓનો દાવો છે કે, તેમની એક રૂપિયાની આવકમાંથી ૩૦ પૈસા તો સરકારને વેરા અને ફી ચૂકવવામાં જાય છે, આ કારણસર જ ઉદ્યોગના માથે ૭.૭ લાખ કરોડનું દેવું છે.

Related posts

બેંકોએ ૩.૫ લાખ કરોડની કોર્પોરેટ લોનને હજી સુધી જાહેર નથી કરી એનપીએ : રિપોર્ટ

aapnugujarat

मुंबई में अडाणी की कंपनी ने लिया बिजली आपूर्ति का जिम्मा

aapnugujarat

जीएसटी से बढ सकती है कई जरुरी दवाओं की कीमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1