Aapnu Gujarat
બિઝનેસ

બેંકોએ ૩.૫ લાખ કરોડની કોર્પોરેટ લોનને હજી સુધી જાહેર નથી કરી એનપીએ : રિપોર્ટ

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંકોએ ૩.૫ લાખ કરોડના દબાણ વાળા કોર્પોરેટ ઋણને અત્યાર સુધી એનપીએ જાહેર નથી કર્યું. આશરે ૩.૫ લાખ કરોડ રુપિયા અથવા ૩.૯ ટકા દબાણ વાળા કોર્પોરેટ ઋણને બેંકોના ખાતામાં અત્યાર સુધી ઓળખ નથી આપવામાં આવી અને આમાંથી ૪૦ ટકા સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ડૂબેલુ દેણું બનવાની સંભાવના છે. રિપોર્ટમાં આ મામલે ચેતવણી આપવામાં આવી છે. આ ખાતાઓ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી કુલ દબાણ વાળા ૧૯.૩ ટકા અથવા ૧૩.૫ થી ૧૪ લાખ કરોડ રુપિયા સુધીના કોર્પોરેટ ઋણનો ભાગ છે.ઈન્ડિયા રેટિંગ્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર જિંદલ હરિયાએ જણાવ્યું કે કોર્પોરેટના ૧૯.૩ ટકા દબાણ વાળા ઋણના ૩.૯ ટકા બેંકોના ખાતાઓમાં હજી સુધી સામાન્ય ઋણ બનેલું છે. આમાં દોઢથી બે લાખ કરોડ રુપિયાનું ઋણ ૨૦૧૯-૨૦ના બીજા છમાસીક ગાળા સુધી એનપીએમાં પરિવર્તિત થઈ શકે છે.તેમણે જણાવ્યું કે આ ૧૩.૫ થી ૧૪ લાખ કરોડ રુપિયાના દબાણવાળા ઋણમાંથી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી માત્ર ૧૦ લાખ કરોડ રુપિયાના ઋણની ઓળખ કરવામાં આવી છે. જિંદલે કહ્યું કે બેંકોને આ દોઢથી બે લાખ કરોડના ઋણ માટે ૪૦,૦૦૦ કરોડ રુપિયાનું વધારે પ્રાવધાન કરવાની જરુરિયાત હોઈ શકે છે.

Related posts

HDFCના નવા ક્રેડિટ કાર્ડ પરનો પ્રતિબંધ ઉઠાવાયો

editor

શેરબજારમાં કારોબારને બે કલાક સુધી વધારવા તૈયારી

aapnugujarat

શેર ટ્રાન્સફરના નિયમોમાં થયો ફેરફાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1