Aapnu Gujarat
બિઝનેસ

દેશ – વિદેશમાં ભરવાની સુવર્ણ તક : ૩૦ ટકા સુધી સસ્તા વિમાની ટિકિટની ઓફરો

મોટી એરલાઈન્સ કંપનીઓએ દુનિયાભરમાં પ્રવાસ કરવા ઇચ્છુક ભારતીય લોકોને પ્રભાવિત કરવા માટે ટિકિટોના દરમાં છુટછાટની જાહેરાત કરી દીધી છે. આ ઓફર્સ હેઠળ અખાતી દેશોમાંથી ૧૦૦૦૦, યુરોપિયન દેશોમાંથી ૩૩૦૦૦ રૂપિયા અને ઉત્તર અમેરિકી દેશોમાંથી વાપસી ટિકિટ ૫૦૦૦૦થી શરૂ થઇ રહ્યા છે. હાલમાં કેટલીક ભારતીય અને કેટલીક વિદેશી એરલાઇન્સ કંપનીઓએ આ લોકપ્રિય રુટ માટે સામાન્ય કિંમતોથી ટિકિટમાં ૩૦ ટકાની રાહત આપી છે. વિમાની યાત્રીઓને પ્રભાવિત કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મોટી એરલાઈન્સ દ્વારા ઇન્ટરનેશનલ ટિકિટમાં ૩૦ ટકા સુધીનો કાપ મુકી દેવામાં આવ્યો છે. કંપનીઓ જુદી જુદી અવધિમાં શેર ઓફર કરી રહી છે. સાથે સાથે એ પણ દર્શાવી રહી છે કે, કઇ ખાસ અવધિમાં યાત્રાના ટિકિટ લેવામાં કેટલો ફાયદો થશે. વિદેશી એરલાઈન્સો પણ ભારતીય કંપનીઓના ઇશારે આગળ વધીને ઓફર લોન્ચ કરી રહી છે. ભારતીય કંપનીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ધરખમ રાહતો આપી રહી છે. જેટ એરવેઝ પેરિસ, એમ્સસ્ટર્ડન અને વિયેનાના ટિકિટ પર ૨૦ ટકાની છુટછાટ આપી રહી છે જ્યારે તુર્કી એરલાઈન્સ પોતાના મોબાઇલએપના નવેસરના વર્ઝનથી ટિકિટ બુક કરાવનાર તમામ યાત્રીઓને ૧૫ ટકા છુટછાટની ઓફર આપી રહી છે. આવી જ રીતે અખાત એરલાઈન્સોએ પણ ભાડામાં કાપ મુકી દીધો છે. અમીરાત, ઇતિહાદ અને કતાર એરવેઝ ભારતીય વિમાની યાત્રીઓને આકર્ષિત કરવામાં પાછળ રહ્યા નથી. અમિરાતે કહ્યું છે કે, ઇકોનોમિ ક્લાસથી દિલ્હીથી મધ્ય પૂર્વ એશિયન દેશો માટે ૧૩૬૦૦ રૂપિયા, યુરોપ માટે ૩૪૮૦૦ રૂપિયા અને અમેરિકા માટે ૫૭૪૦૦ રૂપિયાના ટિકિટ મળી રહ્યા છે.

Related posts

સોના ચાંદીના ભાવમાં આવ્યો બદલાવ, જાણો થોડોક નવા રેટ્સ

aapnugujarat

૫૦૦૦નું બેલેન્સ ન હોવા પર દંડના નિયમ પર ફેર વિચારણા : એસબીઆઈ દ્વારા ખુલાસો

aapnugujarat

શોપિંગ-રેસ્ટોરન્ટ બાદ પગાર પર પણ જીએસટીનો માર, વધી શકે છે જીએસટીનો બોજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1