Aapnu Gujarat
બિઝનેસ

હોમ અને કાર લોન મોંઘી થવાનાં એંધાણ

આવનાર મહિનાઓમાં હોમ અને કાર લોન મોંઘી થઇ શકે છે. કારણ કે બેંક રેટમાં વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હોમ અને કાર લોન મોંઘી બનવાની સ્થિતીમાં ખરીદીની યોજના બનાવી રહેલા લોકોને ફટકો પડી શકે છે.
એક્સિસ બેક, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસ ઇંડ ેંક અને યશ બેંક જેવી પ્રાઇવેટ સેક્ટરની બેંકોએ જાન્યુઆરીથી પોતાના બોન્ચમાર્ક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્‌ટ બેસ્ડ લેન્ડિંગ રેટમાં પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે. એક બેઝિક પોઇન્ટ ૦.૦૧ ટકા હોય છે.બેંકોએ એપ્રિલ ૨૦૧૬માં નવા એમસીએલઆરસિસ્ટમને અપનાવી લીધા બાદ પ્રથમ વખત્ રેટમાં વધારો કર્યો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આનુ કારણ છેલ્લા કેટલાક સમયમાં ડિપોઝિટ પર બેંકોની ચુકવણી વધી છે. શોર્ટ ટર્મ રેટમાં તેજી જારી રહી શકે છે. કોટક મહિન્દ્રા બેંકના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દીપક ગુપ્તાએ માહિતી આપતા કહ્યુ છે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ રેટ તમામ અવધિ માટે ૫૦ બેઝિક પોઇન્ટ વધી ગયા છે. આરબીઆઇએ પહેલાથી જ રેટમાં વધુ ઘટાડો કરવાના સંકેત આપી દીધા છે. એમ લાગે છે કે બેંક ધિરાણ દર પર અહીંથી વધારે નીચે પહોંચી જાય તેવા સંકેત મળી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંકે તમામ અવધિ માટે રેટમાં ૫-૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે. બેંકોની પાસે એમસીએલઆર હેઠળ સાજ જુદી જુદી અવધિ ઓવરનાઇટ, એક મહિના, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષ છે. એસીએલઆર સાથે સંબંધિત તમામ લોન માટે રેટ હવે વધી જશે. આરબીઆઇની મોનિટરી પોલીસી કમિટીની બેઠક છઠ્ઠી ડિસેમ્બરના દિવસે મળી હતી. જેમાં પોલીસી રેટને યથાવત છ ટકાના દરે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા ફુગાવાનો દર વધીને સાત મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. યશ બેંકે પણ જાન્યુઆરી મહિનાથી તમામ અવધિ માટે એમસીએલઆરના રેટમાં ૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે શોર્ટ ટર્મ રેટ વધી રહ્યા છે.

Related posts

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો સુધારો

aapnugujarat

પીએનબી ફ્રોડ : ચંદા કોચર, શીખા શર્મા સામે નોટિસ જારી

aapnugujarat

सोना 150 रुपए टूटा, चांदी स्थिर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1