Aapnu Gujarat
બિઝનેસ

સત્યમ કાંડ : સેબીના આદેશ પર સ્ટે મુકવા સેટનો ઇન્કાર

સનસનાટીપૂર્ણ સત્યમ કૌભાંડ કેસમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. કારણ કે, સેટે સેબીના આદેશ ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો છે. સત્યમ કૌભાંડ કેસમાં સંડોવણી બદલ ગ્લોબલ ઓડિટ કંપની પ્રાઇઝ વોટરહાઉસ સામે સેબીના આદેશ પર સ્ટે મુકવાનો સેટે ઇન્કાર કર્યો છે. સેટે પોતાના ચુકાદામાં સુનાવણી કર્યા બાદ કહ્યું છે કે, પ્રાઇઝ વોટરહાઉસ અને તેની નેટવર્ક કંપનીઓ નવી જવાબદારી અને નવા ક્લાઈન્ટો ઉમેરી શકે નહીં. આ મામલામાં પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વધુમાં ઓડિટ કંપનીને ટ્રિબ્યુનલ સમક્ષ તેના પ્રવર્તમાન ક્લાઇન્ટોની યાદી રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેની કોપી સેબીને પણ આપવી પડશે. માર્કેટ રેગ્યુલેટરે ૧૦મી જાન્યુઆરીના દિવસે ઓડિટ કંપની પર પ્રતિબંધ મુકી દીધો હતો. લિસ્ટેડ કંપનીઓને ઓડિટ સર્વિસ આપવાથી ઓડિટ કંપની પીડબલ્યુ પર પ્રતિબંધ મુકાયો હતો.

Related posts

ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઇન ખરીદી ૫૦-૬૦% વધી

aapnugujarat

5 लाख ने छोड़ा Airtel का साथ

aapnugujarat

છ પીએસયુ બેંકોમાં ૧૦૦૦૦ કરોડ તાત્કાલિક ઠલવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1