Aapnu Gujarat
રાષ્ટ્રીય

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું વિવાદિત નિવેદન, ગાંધીજી રાષ્ટ્રપિતા નહીં રાષ્ટ્રપુત્ર

પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરી એકવાર વિવાદીત નિવેદન કર્યું છે. પરંતુ તાજેતરના નિવેદનથી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ એક નવો વિવાદ પેદા કર્યો છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવા પર વાંધો વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યુ છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નહીં પણ રાષ્ટ્રપુત્ર છે. કટનીમાં આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે મહાત્મા ગાંધીને લોકો રાષ્ટ્રપિતા કહે છે પરંતુ આ ખોટું છે. મહાત્મા ગાંધીના જન્મ પહેલા પણ ભારતનું અસ્તિત્વ હતું. તેવામાં તેમને રાષ્ટ્રપિતા કેવી રીતે કહી શકાય છે?શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે મહાત્મા ગાંધીએ દેશની આઝાદીની લડાઈ જરૂરથી લડી છે અને આ દ્રષ્ટિકોણથી મહાત્મા ગાંધીને રાષ્ટ્રપુત્ર કહેવું યોગ્ય હશે.

Related posts

जम्मू कश्मीर में बंद हो सकती है 143 साल पुरानी दरबार मूव की परंपरा

aapnugujarat

अनंतनाग में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर

editor

Electrocution in North Kashmir’s Karnah, 3 died, 2 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1