Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટ સીટી માટેના શહેરોની પસંદગીમાં સેલવાસ મોખરે

આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી હરદીપસિંહ પૂરીએ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પ્રતિયોગિતાનાં ચોથા રાઉન્ડનાં વિજેતા થયેલા શહેરોનાં નામ જાહેર કર્યાં હતા. પ્રેસને સંબોધતા મંત્રીએ માહિતી આપી હતી કે, દાદરા નગર અને હવેલીનું સેલવાસ વિજેતા થયેલા શહેરોની યાદીમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત જીતેલા શહેરોમાં નિમ્નલિખિત શહેરોનો સમાવેશ થાય છે.
પ્રેસને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતુ, “એ આનંદની વાત છે કે વિજેતા થયેલા શહેરોએ પોતાને પસંદગીપાત્ર બનાવવા માટે સ્માર્ટ સિટી પ્રપોઝલની ગુણવાત્તામાં ૧૯ ટકાની સરેરાશ સાથે સુધારો કર્યો છે; દરેક શહેરે એક અદ્વિતિય દૃષ્ટિકોણ વિકસાવ્યો છે અને પોતાનાં શહેરમાં એક પસંદ કરાયેલા વિસ્તારને(એબીડી) લાઇટહાઉસ તરીકે વિકસાવ્યો છે.”
રૂ. ૧૨,૮૨૪ કરોડનાં રોકાણનાં પ્રસ્તાવ સાથે ૯ શહેરોની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી રૂ. ૧૦,૬૩૯ કરોડનો ઉપયોગ વિસ્તાર આધારિત વિકાસકાર્યો(એબીડી) માટે કરવામાં આવશે અને રૂ. ૨,૧૮૫ કરોડ સમગ્ર શહેર માટેની યોજના માટે વાપરવામાં આવશે. જે આ વિસ્તારોમાં રહેતા ૩૫.૫ લાખ લોકોને અસર કરશે. સ્માર્ટ રસ્તાઓ, જળસંસ્થાનોનું કાયાકલ્પ, સાયકલ ટ્રેક, ચાલવાનાં રસ્તાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, કૌશલ્ય વિકાસ કેન્દ્રો, સ્વાસ્થ્ય સેવાઓનું નવિનીકરણ જેવા વિકાસકાર્યો દ્વારા સમગ્ર શહેરને વિકાસાવાશે.
આ ઉપરાંત કોમન કન્ટ્રોલ સેન્ટર અને આઇસીટી આધારિત નગરપાલિકાની સેવાઓનો પણ સમાવેશ થાય છે.આ નવ ૯ શહેરોમાં આશરે ૪૦૯ પ્રોજેક્ટ કાર્યરત છે. આજની જાહેરાત બાદ સ્માર્ટ શહેરો તરીકે પસંદ કરાયેલા શહેરોની સંખ્યા ૯૯ થાય છે. આ પહેલા જાન્યુઆરી, ૨૦૧૬માં ૨૦ શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા, મે -૨૦૧૬માં ૧૩ શહેરો, સપ્ટેમ્બર, ૨૦૧૬માં ૨૭ શહેરો અને જૂન ૨૦૧૭માં ૩૦ શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા. આ ૯ નવા શહેરોની પસંદગી સાથે કુલ ૯૯ સ્માર્ટ શહેરોમાં પ્રસ્તાવિત રોકાણ રૂપિયા ૨,૦૩,૯૭૯ કરોડ થાય છે.
૧૭ જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં રૂપિયા ૧,૩૮,૭૩૦ કરોડની કિંમતના ૨,૯૪૮ પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં ચાલી રહ્યા છે. રૂપિયા ૨,૨૩૭ કરોડના ખર્ચે ૧૮૯ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે જ્યારે રૂપિયા ૧૮,૬૧૬ કરોડના ખર્ચે તૈયાર થનારા ૪૯૫ પ્રોજેક્ટનું કાર્ય ચાલુ છે. વળી, રૂપિયા ૧૫,૮૮૫ કરોડના ખર્ચે તૈયાર થનારા ૨૭૭ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે અને રૂપિયા ૧,૦૧,૯૯૨ કરોડના ખર્ચે તૈયાર ૧,૯૮૭ પ્રોજેક્ટ ડીપીઆરના તબક્કામાં છે.

Related posts

બનાસકાંઠા માં ચાલતી VSSM સંસ્થા ની સરાહનીય કામગીરી…

editor

એક્રેસીલ કંપનીએ ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા

editor

હિંમતનગર ટાવર ચોક પાસેની જર્જરિત દુકાનનું ધાબુ ધરાશાયી

editor

Leave a Comment

UA-96247877-1