Aapnu Gujarat
ગુજરાત

દોરી વાગવાના બનાવોમાં પાંચથી વધુના મોત

ઊતરાયણના તહેવારની રાજયભરમાં હર્ષોલ્સાસપૂર્વક ઉજવણી થઇ હતી, જો કે, કેટલાક લોકો માટે આ પર્વ દુઃખદ અને આઘાતમય બની રહ્યું હતું. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દોરી વાગવા સહિતના અન્ય જુદા જુદા બનાવોમાં કુલ પાંચથી વધુ વ્યકિતઓના મોત નીપજયા હતા, જયારે ૭૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. રાજયમાં દોરી વાગવાથી ઇજા કે ઘવાવાના ૫૫થી વધુ કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ બનાવો અમદાવાદમાં ૨૦ જેટલા નોંધાયા હતા. મહેસાણામાં બાઇક પર જઇ રહેલા એક યુવકનું દોરી વાગવાથી ગળુ કપાઇ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તો, અમદાવાદના મણિનગર વિસ્તારમાં સૂર્યનગર એપાર્ટમેન્ટમાં ૩૦ વર્ષીય યુવકનું ધાબા પરથી નીચે પટકાવાના કારણે કરૂણ મોત નીપજયુ હતું. રાજય સરકાર દ્વારા આ વર્ષે પણ નિર્દોષ-અબોલ પશુ-પક્ષીઓને બચાવવા અને તેમની સારવાર માટે કરૂણા અભિયાન અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમછતાં ઊતરાયણ અને વાસીઊતરાયણના તહેવાર દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ૭૦૦થી વધુ પક્ષીઓ પતંગ-દોરીના કારણે ઇજાનો ભોગ બન્યા હતા. તો, લગભગ ૬૦૦થી વધુ કોલ તો ૧૦૮ની સેવાને મળ્યા હતા. રાજયભરનો આંકડો જોઇએ તો, ૧૦૮ને ૩૫૫૦થી વધુ કોલ રાજયભરમાંથી મળ્યા હતા. શહેરના શાહપુર વોર્ડના ઘીકાંડા વિસ્તારમાં રહેતા દેવર્ષ વાઘેલા નામના પાંચ વર્ષના બાળકનું ૪થા માળેથી નીચે પટકાવાના કારણે કરૂણ મોત નીપજયું હતું. આ જ પ્રકારે શહેરના જૂહાપુરા વિસ્તારમાં છાપરા પરથી પડી જવાના કારણે જાવેદ ગુલામખાન વહાબ નામના યુવકનું કરૂણ મોત નીપજયું હતું. જયારે મણિનગર વિસ્તારમાં સૂર્યનગર એપાર્ટમેન્ટમાં ૩૦ વર્ષીય યુવકનું ધાબા પરથી નીચે પટકાવાના કારણે કરૂણ મોત નીપજયુ હતું. મહેસાણામાં પણ બાઇક પર જઇ રહેલા એક યુવકનું દોરીથી ગળુ કપાઇ જવાથી ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. વલસાડમાં પણ કોસંબા રોડ પર બે યુવકો દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા. સુરતમાં પતંગ પકડવા જતી વખતે એક બાળક બીઆરટીએસ બસની અડફેટે આવી જતાં મોતને ભેટયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ, અમદાવાદ સહિત રાજયભરમાં પતંગની દોરી વાગવાથી ઘવાવાના ૫૦થી વધુ બનાવો નોંધાયા હતા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૦ જેટલી ઘટનાઓ સામે આવી હતી. આ સિવાય વડોદરા, રાજકોટ, સુરત, વલસાડ, નવસારી, આણંદ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, પંચમહાલ સહિતના અનેક સ્થળોએ પણ દોરીથી ઇજાના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. સરકારી હોસ્પિટમલાં કે પોલીસ ચોપડે નહી નોંધાયેલા આવી ઇજાઓના તો સંખ્યાબંધ કિસ્સાઓ થવા જાય છે. દરમ્યાન પતંગ-દોરીના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કબૂતર, સમડી, કાગડા, કાબર, ચકલી સહિતના ૭૦૦થી વધુ પક્ષીઓ વત્તા ઓછા અંશે ઘાયલ થયા હતા. મોટાભાગના ઘાયલ પક્ષીઓને કરૂણા અભિયાન અંતર્ગત કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. જો કે, સરકારના કરૂણા અભિયાન અને સ્વેૈચ્છિક સંસ્થાઓની પક્ષી બચાવો અભિયાનની ઝુંબેશના કારણે આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીએ પ્રમાણમાં ઓછા પક્ષીઓ ઘવાયા હતા.

Related posts

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

aapnugujarat

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ : રોંગ સાઈડ રાજુની પ્રોડક્શન ટીમને એક કરોડનો ચેક એનાયત

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં જુદા જુદા ગામોના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે એક જૈવીક ખાતર બનાવતી ફેક્ટરીમાં કામ કરવા ગયેલ અદિવાસી યુવાનો લોકડાઉન થતાં ત્યાં ફસાયા હતા

editor

Leave a Comment

UA-96247877-1