Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ : રોંગ સાઈડ રાજુની પ્રોડક્શન ટીમને એક કરોડનો ચેક એનાયત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ચલચિત્રો ફિલ્મોને અન્ય ભાષાની સમકક્ષ વિશ્વ પ્રતિષ્ઠા અપાવવા રાજય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મોમાં સમયાનુકુલ બદલાવ સાથે યુવા કલાકાર-કસબીઓ-દિગ્દર્શકોની નવી પેઢીના શક્તિ સામર્થ્યની સહયોગથી ગુજરાતી ફિલ્મો પ્રતિષ્ઠા વધુ ઊંચે લઈ જવાની રાજય સરકારની નેમ છે. વિજય રૂપાણીએ રાષ્ટ્રીય ચલચિત્ર પારિતોષિક વિજેતાઓના અભિવાદન સમારોહ તહેત શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુની નિર્માણ સંસ્થાને રાજય સરકારની ચલચિત્ર પ્રોત્સાહક નીતિ અન્વયે એક કરોડનો ચેક અર્પણ કર્યો હતો. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન સહાય પ્રેરણા માટે રાજય સરકારનું મન ખુલ્યું છે અને સૌના સહયોગથી ગુજરાતી ચલચિત્ર જગતને નવા મુકામ પર લઈ જવું છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ ફિલ્મના કલા કસબીઓ, નિર્માતા, દિગ્દર્શક અભિનેતા વગેરેને પ્રશિસ્ત પત્ર અને સ્મૃતિચિન્હની સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ સહાયક પુરસ્કાર મરાઠી ફિલ્મ દશક્રિયા માટે મેળવનારા મુળ ગુજરાતી વરિષ્ઠ અભિનેતા મનોજ જોષી અને ૨૦૧૭નો દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશનનો શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ મેળવનારા યુવા અભિનેતા હિતુ કનોડીયાનું વિશેષ સન્માન અભિવાદન કર્યું હતું. વિજય રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધે તથા ગુજરાતી નિર્માતા, દિગ્દર્શકો, કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજય સરકારે ચલચિત્ર નિર્માણ પ્રોત્સાહન નીતિ ઘડી છે. આ ફિલ્મ ઊદ્યોગમાં નવા વિચારો, નવી ટેકનોલોજી નવા પરિમાણોથી યુવાશક્તિ વિશેષ પ્રમાણમાં પ્રેરિત થઈને ફિલ્મ નિર્માણ દિગ્દર્શન જેવા ક્ષેત્રે જોડાય તેવી સરકારની મનસા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવા રાષ્ટ્રીય સ્તરના એવોર્ડઝ પ્રાપ્ત ફિલ્મોમાંથી પ્રેરણા લઈને અન્ય યુવા કલાકાર કસબીઓ માત્ર ગુજરાતી ફિલ્મો પુરતી કારકિર્દી સિમિત ન રાખતા અન્ય ભાષાઓમાં પણ અભિનય, કલા કસબના ઓજસ પાથરે તે સમયની માંગ છે. મનોજ જોષીએ પોતાની માતૃભૂમિ ગુજરાતમાં તેમને મળી રહેલા આ ગૌરવ સન્માનને વિશ્વના અન્ય કોઈપણ સન્માનથી અદકેરૂ ગણાવ્યું હતું. રોંગ સાઈડ રાજુના નિર્માણ અભિષેક જૈને ગુજરાતી ફિલ્મોને ઓસ્કાર એવોર્ડ નોમીનેશન સુધી પહોંચાડવામાં આવા સન્માન નવું બળ પુરુ પાડશે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.

Related posts

નર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું

aapnugujarat

નવરાત્રી ગરબા, SECTOR – 2D, હરિપાર્ક society ગાંધીનગર…..

aapnugujarat

BJP’s only agenda is development, Congress involved in divisive tactics: PM Modi In Lunawada

aapnugujarat

Leave a Comment

UA-96247877-1