Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાવોસ : નરેન્દ્ર મોદી યુવા અને ઇનોવેટિવ પર ખાસ વાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મંત્રીઓ અને કારોબારીઓની સાથે આ મહિનામાં સ્વિત્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં આયોજિત વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. આ બેઠકમાં મોદી યુવાઓ અને ઇનોવેટિવના મુદ્દા ઉપર રજૂઆત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોદી પ્રથમ વખત આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચનાર છે. દુનિયાના દેશો સાથે આતંકવાદની સામે મળીને સામૂહિક અભિયાન ચલાવવા, આર્થિક અસમતુલા દૂર કરવા, સાયબર ખતરા, જુદા જુદા સામાજિક મુદ્દાઓ ઉપર મોદી વાત કરશે. વિશ્વ આર્થિક મંચની ૪૮મી વાર્ષિક બેઠકમાં સત્રના કાર્યક્રમ માટેની રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મોદી સહિત અન્ય ભારતીય નેતા દેશમાં કારોબારને સરળ બનાવવા, અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરશે. આ બેઠકમાં બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન, મહિલા સશક્તિકરણ મારફતે ભારતમાં ફેરફાર ઉપર પોતાના અભિપ્રાય રજૂ કરશે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આર્થિક મુદ્દા ઉપર વાત કરશે. સાથે સાથે એ પણ દર્શાવશે કે નીતિ નિર્માતા કઈ રીતે ૨૧મી સદીના પડકારોને સફળરીતે પાર પાડી શકે છે. વિશ્વ આર્થિક મંચની આ બેઠક ૨૨મી જાન્યુઆરીથી શરૂ થશે જે પાંચ દિવસ સુધી ચાલશે. બેઠકમાં મોદી સૌથી મોટા સ્ટાર તરીકે રહેશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડાપ્રધાન ટેરિજા મે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો, ફ્રાન્સના પ્રમુખ મેક્રો પણ ભાગ લેશે. બેઠકની શરૂઆતમાં ભારત તરફથી ચા અને સમોસા અને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. આ પ્રસંગે યોગ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવશે. ૧૯૯૭ બાદ પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન ભાગ લેશે.

Related posts

સેંસેક્સમાં ૧૦૭ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

સારવારમાં મોટી રાહત આપવા મોદી સરકાર તૈયાર

aapnugujarat

ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી BJPને ફાયદો: મહેબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1