Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક પર વટહુકમ જારી કરવા મોદી સરકારની તૈયારી

એક વખતમાં ત્રણ તલાક પર રોક મુકનાર મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં અટવાઇ પડ્યા પછી સરકાર હવે બીજા વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરવા માટે આને લઇને વટહુકમ જારી કરવા માટે વિચારી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર ત્રિલ તલાક પર તમામ વિકલ્પ ખુલ્લા રાખીને આગળ વધી રહી છે. આ જ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન આના પર વટહુકમ લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. બજેટ સત્રમાં સંયુક્તક સત્ર વેળા વટહુકમ લાવીને સરકાર રાજ્યસભામાં પાસ ન થવા છતાં આને અપરાધ જાહેર કરવા વિચારણા કરી શકે છે. અત્રે નોંધનીય છે કે ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલી દેવાની માંગને વિપક્ષે જિદ્દી વલણ અપનાવ્યુ હતુ. જેના કારણે બિલ રાજ્યસભામાં અટવાઇ ગયુ હતુ. શિયાળુ સત્ર દરમિયાન મોદી સરકારે ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરવા સાથે સંબંધિત બિલને લોકસભામાં સરળતાથી પાસ કરાવી લીધુ હતુ. અલબત્ત રાજ્યસભામાં પુરતી સંખ્યા ન હોવાન કારણે બિલ અટવાયુ હતુ. બિલમાં કરવામાં આવેલી જોગવાઇને લઇને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્યો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બિલમાં કેટલીક કઠોર સજાની જોગવાઇ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ઓછામાં ઓછા અડધા ડઝન ભાજપ સરકારોએ બિલનુ સમર્થન કર્યુ છે. તમિળનાડુમાં સરકારે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ પણ વાંધો ઉઠાવ્યો છે. ત્રિપલ તલાક બિલને લઇને દેશમા જુદા જુદા પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે. ટીડીપીએ બિલને લઇને વાંધો ઉઠાવ્યા બાદ મોદી સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધવા તૈયાર છે. કોંગ્રેસ પાર્ટીએ ત્રિપલ તલાકને લઇને સમર્થન કર્યું છે પરંતુ તેમાં રહેલી જોગવાઈઓને લઇને વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ પાર્ટી માને છે કે, આ બિલમાં રહેલી સજાની જોગવાઈ હળવી કરવી જોઇએ. કારણ કે તલાક આપનાર પતિ જો જેલ ભેગા થશે તો વળતરના મામલામાં કોઇ નિર્ણય કરી શકાશે નહીં. વળતર કોણ ચુકવશે. પીડિત મહિલાની સમસ્યા વધુ જટિલ થઇ જશે. આવી સ્થિતિમાં સૂચિત સુધારા કરવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી માંગ કરવામાં આવી છે. ભાજપ વહેલીતકે કાયદો બનાવી દેવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ દિશામાં તે આગળ પણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવીને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

Related posts

૨૦ વર્ષના યુવકે ૧૦૦ વર્ષની વૃદ્ધા પર કર્યું દુષ્કર્મ

aapnugujarat

कर्नाटक संकट : स्पीकर ने शक्ति परीक्षण के लिए तय की नई डेडलाइन

aapnugujarat

NIA की कश्मीर में बड़ी कार्रवाई, कुछ कारोबारियों के 7 ठिकानो पर मारे छापे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1