Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦ વર્ષના યુવકે ૧૦૦ વર્ષની વૃદ્ધા પર કર્યું દુષ્કર્મ

પશ્ચિમ બંગાળના નાદિયામાં એક હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. એક ૨૦ વર્ષીય યુવકે ૧૦૦ વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ચકદાહ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. અભિજીત નામક યુવકને પીડિતાના પરિવારે ઝડપી લીધો હતો અને આ મામલે મંગળવારે ફરિયાદ નોંધાઇ હતી. આરોપી ગંગાપ્રસાદ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો છે. ઘટના બાદ વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જોકે હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બે દિવસ અગાઉ અન્ય એક બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં એક મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ લોખંડના સળિયા દ્વારા હૈવાનિયત હદ વટાવી હતી.

Related posts

बीजेपी को युपी में झटका लगेगा : प्रियंका गांधी

aapnugujarat

सुशांत केस में बोले संजय राउत : सीबीआई के कंधे पर बंदूक रख महाराष्ट्र सरकार को निशाना बनाने की साजिश

editor

विकृत मानसिकता को जवाब समाज स्वयं देगा : दिग्विजय के सवाल पर शिवराज चौहान का तंज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1