Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ૩૧ જિલ્લા દુકાળગ્રસ્ત જાહેર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૧૮૦ તાલુકાઓમાં દુકાળની પરિસ્થિતિ હોવાની જાહેરાત કરી છે. રાજ્યના પાંચ જિલ્લા – મુંબઈ, મુંબઈ સબર્બન, થાણે, ધૂળે, ગડચિરોલી જિલ્લાઓને બાદ કરતાં બીજા તમામ જિલ્લાઓમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હોવાની રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.
સરકારે કહ્યું છે કે રાજ્યના કુલ ૩૬ જિલ્લાઓમાંથી ૩૧ જિલ્લામાં દુકાળ પડ્યો છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે સરેરાશ માત્ર ૭૭ ટકા વરસાદ જ પડ્યો હતો. કેન્દ્ર સરકારે નક્કી કરેલા ધારાધોરણો અનુસાર મહારાષ્ટ્રમાં ૧૮૦ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
ફડણવીસે કહ્યું છે કે એમની સરકાર તમામ દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં અસરગ્રસ્ત કિસાનોને સહાયતા કરશે. એમની ખેત લોન માફ કરાશે, એમને જમીન મહેસુલમાં રાહત આપશે, એમને સિંચાઈ માટેના પંપ પૂરા પાડશે, એમના વીજળીના ચૂકવવાના બાકી રહેલા બિલ માફ કરશે, એમના સંતાનોની શિક્ષણ ફી માફ કરશે, એમને ટેન્કરો દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટૂકડી ટૂંક સમયમાં જ દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પોતાની રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સહાયતા ઘોષિત કરશે.
ફડણવીસે કહ્યું કે અમુક તાલુકાઓ દુકાળગ્રસ્ત જાહેર કરવા જેવી સ્થિતિમાં નથી તે છતાં ત્યાં અપૂરતા વરસાદ અને અપૂરતા પાણીને કારણે જેમનો પાક નાશ પામ્યો છે એમને સરકાર સહાયતા કરશે. પાક વીમા યોજનાનાં લાભ એમને પણ આપવામાં આવશે.

Related posts

કર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ત્રિપલ તલાક આપવા પર પંચાયતે લગાવ્યો ૨ લાખનો દંડ

aapnugujarat

યુપીની ચૂંટણી માટે કેજરીવાલ અપના દલ સાથે હાથ મિલાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1