Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એર ઇન્ડિયામાં ૪૯ ટકા રોકાણને મંજુરી મળી : FDI નિયમ હળવા

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના નિયમોમાં મોટા ફેરફારને આજે લીલીઝંડી આપી દેવામાં આવી હતી. કેબિનેટે આને લીલીઝંડી આપી હતી. આમા સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રુટથી ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી છે. પહેલા ૪૯ ટકા સુધી રોકાણને મંજુરી હતી. તેના ઉપરના મૂડીરોકાણ માટે સરકારની મંજુરી લેવાની જરૂર હતી. ઉડ્ડયન કન્ટ્રક્શનના સેક્ટરમાં પણ એફડીઆઈના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. કન્ટ્રક્શન સેક્ટરમાં ઓટોમેટિક રુટથી ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી છે. બીજી બાજુ એરઇન્ડિયા માટે ૪૯ ટકા રોકાણને મંજુરી આપવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, આમા એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળતા મળશે. સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે, એર ઇન્ડિયાની મોટી હિસ્સેદારી ભારતીય નાગરિક ઉડ્ડયનના હાથમાં રહેશે. સુત્રોનું કહેવું છે કે, એર ઇન્ડિયા બોર્ડે સરકારી પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, ૨૦૧૪માં સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી હતી. એ વખતે નાઇક જેવી મોટી ગ્લોબલ કંપનીઓએ ભારત તરફ રસ દાખવ્યો હતો. માનવામાં આવે છે કે, ઓટોમેટિક રુટથી મંજુરી મળી ગયા બાદ હવે બાકી અનેક કંપનીઓ પણ ભારતની તરફ આકર્ષિત થશે. કારણ કે હવે મંજુરી મેળવવામાં સફળતા રહેશે. આનાથી વિદેશી કંપનીઓ માટે કામ કરવા માટે વધુ સાનુકુળ માહોલ સર્જાશે. આનાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે. નોકરીની તકો ઉભી થશે. હાલમાં મલ્ટી બ્રાન્ડ રિટેલના સંદર્ભમાં કોઇ વાત કરવામાં આવી નથી. કારણ કે, તેનો અનેક રાજકીય પક્ષો અને વેપારી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી ચુક્યો છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રુટથી ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવ્યા બાદ આનો વિરોધ શરૂ થઇ ગયો છે. એર ઇન્ડિયા ટ્રેડર્સ કન્ફડરેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે, આવો નિર્ણય કરીને ભાજપે ચૂંટણી વચન તોડી નાંખ્યું છે. કારણ કે આનાથી ભારતની બહારની કંપનીઓ ભારતમાં માર્કેટ ઉપર કબજો જમાવવાની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય કેબિનેટના આજના નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આના કારણે વેપારી પ્રક્રિયા સરળ બનશે. વહેલીતકે મંજુરી મળી શકશે જેને લીધે વિદેશી કંપનીઓને ભારતમાં કારોબાર કરવામાં સરળતા રહેશે. એર ઇન્ડિયાની હાલત પહેલાથી જ કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં એર ઇન્ડિયામાં ૪૯ ટકા એફડીઆઈને મંજુરી મળવાથી સીધો ફાયદો થશે.
બીજી બાજુ ઉડ્ડયન સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવા માટે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં નિયમોને હળવા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની અતિમહત્વની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠકમાં સંબંધિત મંત્રાલયોના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. એર ઇન્ડિયામાં રોકાણ અને ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને છેલ્લા કેટલાક દિવસથી અટકળોનો દોર ચાલી રહ્યો હતો. એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આના કારણે વધુ ઝડપથી આગળ વધી શકશે તેમ આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે. કેબિનેટમાં વ્યાપક ચર્ચા કરાઈ હતી.

Related posts

મધ્યપ્રદેશમાં શિવરાજ કેબિનેટનું વિસ્તરણ

editor

मायावती खिलाफ क्यों चुप्पी साधे हुए हैं अखिलेश यादव

aapnugujarat

पत्रकार राजदेव रंजन हत्याकांड मामले में सीबीआई कोर्ट ने बाहुबली नेता शहाबुद्दीन को बनाया अभियुक्त

aapnugujarat

Leave a Comment

UA-96247877-1