Aapnu Gujarat
મનોરંજન

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે

સંજયલીલાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી ચુકેલા રણવીરસિહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી હોવાના હેવાલ મળ્યા છે. આ ફિલ્મમાં તે સ્ટ્રીટ રેપર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ મુંબઇ સ્થિત રેપર નાજી પર આધારિત છે. જેનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. જેની લાઇફ તમામ લોકો માટે પ્રેરણા સમાન રહી છે. ગુલ્લી બોય તરીકે ફિલ્મને નામ આપવામાં આવે તેવી શક્યતા છે. મુંબઇની ચાલીમાં રહેતા રેપર્સનીસ્ટોરીને આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. ૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીર સિંહ ફિલ્મ કરી રહ્યો છે. કેટલીક બાબતો હજુ એવી રહેલી છે જે જાહેર કરવામાં આવી નથી. હાલમાં રણવીર સિંહ કેટલાક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખતર હમેંશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતી રહી છે. ફિલ્મના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામં આવી નથી. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા જોરદાર અને પડકારૂપ રહેશે. હાલમાં સંગીત પર આધારિત કેટલીક ફિલ્મો બની રહી છે. સાથે સાથે આત્મકથા પર ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. મોટા પ્રોજેક્ટની ફિલ્મ પદ્માવત અટવાઇ પડ્યા બાદ રણવીર પોતે પણ નિરાશ થયેલો છે.

Related posts

રણવીરસિંહની ગુલ્લી બોય ૨૦૧૯માં રજૂ થઇ શકે

aapnugujarat

જહાન્વી કપૂર નો વેડિંગ લૂક વાયરલ

editor

विशेष फिल्म्स से महेश भट्ट ने तोड़ा नाता

editor

Leave a Comment

UA-96247877-1