Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડનો ૮ વિકેટે વિજય

નેલ્સન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હાફિઝે સૌથી વધારે ૬૦ રન કર્યા હતા. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૨૪૬ રન બનાવી લીધા હતા. પાકિસ્તાન તરફથી હાફીઝ ઉપરાંત શાદાબ ખાને ૫૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત હસનઅલીએ લોઅરઓર્ડરમાં ૩૧ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જીતવા માટે ૨૫ ઓવરમાં ન્યુઝીલેન્ડ માટે ૧૫૧ રનનો લક્ષ્યાંક મુકાયો હતો. ટેલરે પણ અણનમ ૪૫ રનની ઇનિંગ્સ રમી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૬૬ રન બનાવી શકી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાનને ૩૦.૧ ઓવરમાં ૨૨૮ રન બનાવવાની જરૂર હતી પરંતુ તેની ટીમ ૧૬૬ રન જ બનાવી શકી હતી. અગાઉ ન્યુઝીલેન્ડ તરફથી વિલિયમસને ૧૧૭ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૧૫ રન ફટકાર્યા હતા.આ ઉપરાંત નિકોલસે ઝડપથી ૫૦ રન બનાવ્યા હતા. ગુપ્ટિલ ૪૮ અને મુનરો ૫૮ રન કરીને આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડની ટીમ હોટફેવરિટ દેખાઈ રહી છે. શ્રેણીમાં ૨-૦ની લીડ ન્યુઝીલેન્ડે હવે મેળવી લીધી છે. પાકિસ્તાન બોલરો આજે બીજી વનડે મેચમાં પણ ફ્લોપ રહ્યા હતા.

Related posts

આવતીકાલે રાજસ્થાન-મુંબઈ વચ્ચે દિલધડક મેચ

aapnugujarat

गांगुली ने बदली भारतीय क्रिकेट की दशा और दिशा : हुसैन

aapnugujarat

सैयद मुश्ताक अली ट्रॉफी के लिए केरल टीम में शामिल हुए श्रीसंत

editor

Leave a Comment

UA-96247877-1