Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દરિયાઈ રૂટ મારફતે હજ યાત્રાની યોજનાને મંજુરી

સાઉદી અરેબિયાએ જિદાહ સુધી દરિયાઈ રુટ મારફતે હજ યાત્રા શરૂ કરવાના વિકલ્પને ફરી સજીવન કરવાની ભારતની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે આ મુજબની માહિતી આપી હતી. નકવીએ મક્કામાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. નિવેદનમાં જણાવ્યા મુજબ નકવીએ કહ્યું હતું કે, સાઉદી અરેબિયાએ દરિયાઇ માર્ગ મારફતે હજ યાત્રીઓને મોકલવા ભારતના વિકલ્પને ફરી સજીવન કરવાની મંજુરી આપી દીધી છે. બંને દેશોના અધિકારીઓ જરૂરી વિધિ અને ટેકનિકના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ દરિયાઈ રુટ મારફતે આગામી દિવસોમાં હજયાત્રા શરૂ થઇ શકશે. નકવીએ કહ્યું હતું કે, જહાજ મારફતે શ્રદ્ધાળુઓને મોકલવાથી પ્રવાસ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ નિર્ણય ક્રાંતિકારી ગરીબલક્ષી અને શ્રદ્ધાળુઓલક્ષી નિર્ણય પુરવાર થશે. મુંબઈ અને જિદાહ વચ્ચે હજયાત્રીઓને લઇ જવાની આ પ્રથા અમલી હતી પરંતુ વર્ષ ૧૯૯૫માં દરિયાઈ રુટ મારફતે હજ યાત્રીઓને મોકલવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. નકવીએ કહ્યું હતું કે, ભારતમાંથી પ્રથમ વખત મુસ્લિમ મહિલાઓ મહેરમ વગર અથવા તો કોઇપણ પુરુષ સાથી વગર હજયાત્રામાં જશે. તેમણે ઉમેર્યું હતું કે, સાઉદી અરેબિયામાં આવી મહિલા હજયાત્રીઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા સાથે સાથે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવશે. મહિલા હજ સહાયકોની પણ તેમની મદદમાં તૈનાતી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૩૦૦થી વધુ મહિલાઓ મેહરમ વગર હજયાત્રા ઉપર જવા માટે અપીલ કરી ચુકી છે. આ તમામ મહિલાઓને લોટરી સિસ્ટમથી મુક્તિ આપવામાં આવશે. હજમાં સીધીરીતે જવાની મંજુરી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૪૫ વર્ષથી ઉપરની મહિલા જે હજ જવાની ઇચ્છા ધરાવે છે પરંતુ પુરુષ સાથી ધરાવતી નથી તેવી મહિલાઓને ભારતની નવી હજ પોલિસી હેઠળ ચાર અથવા તેનાથી વધુ મહિલાઓના ગ્રુપમાં હજ માટે જવાની મંજુરી આપવામાં આવશે. મુસ્લિમ મહિલાઓને વધુ એક મોટા અધિકાર તરીકે આ નિર્ણયની જાહેરાત હાલમાં જ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. દરિયાઈ રુટ મારફતે હજયાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મોટી રાહત થશે.

Related posts

पाक आतंकी हमला करता है तो हम फिर करेंगे एयरस्ट्राइक : IAF प्रमुख

aapnugujarat

સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩,૮૩૬ની સપાટી ઉપર

aapnugujarat

पुलवामा में ३ आतंकियों को सुरक्षा बलों ने फूंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1