Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩,૮૩૬ની સપાટી ઉપર

શેરબજારમાં આજે મંદી જારી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩૮૩૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૪૧૧ની સપાટીએ રહ્યો હતો. બેંકિંગ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. પીએસયુ બેંકના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓબીસી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંકના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ તમામમાં પાંચ ટકાથી વધુની રિકવરી જોવા મળી હતી. આરબીઆઈએ મંગળવારના દિવસે બેંકોને લેટર્સઓફ અંડરટેકિંગના સ્વરુપમાં ગેરન્ટી જારી કરવાથી અટકાવવાનો આદેશ જારી કર્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૩૮૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો તેમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૪૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવાહી સ્થિતી રહી છે જેના કારણે કારોબારીઓ હાલમાં વધારે રોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. હાલમાં જોખમ લેવા માટે વૈજ્ઞાનિકો તૈયાર નથી. આજે મંદી રહેવાના સંકેતો દેખાઇ રહ્યા છે.

Related posts

देश का वस्तु निर्यात दूसरी तिमाही में मामूली रूप से बढ़कर 82 अरब डॉलर रहेगा

aapnugujarat

मेहुल की नागरिकता रद्द होने को लेकर सवाल पर टिप्पणी करने से विदेश मंत्री ने किया इनकार

aapnugujarat

કાર્તિને મોટો ફટકો : તપાસ જારી રાખવા સુપ્રીમનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1