Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અંતિમ પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહતો આપવા મોદી સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાના અંતિમ પૂર્ણ બજેટમાં મધ્યમવર્ગને શ્રેણીબદ્ધ રાહતો આપવા માટે કમરકસી લીધી છે. ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા સરકાર મધ્યમવર્ગને ખુશ કરવાના પ્રયાસમાં છે. ટેક્સમાં મોટી રાહત સરકાર આપી શકે છે. મધ્યમવર્ગને ભાજપના સૌથી મોટા આધાર તરીકે ગણવામાં આવે છે. બજેટને લઇને સરકાર વચ્ચે ચર્ચાઓનો દોર શરૂ થઇ ચુક્યો છે. સરકાર અને પાર્ટીના એક મોટા વર્ગનું કહેવું છે કે, બજેટમાં મિડલ ક્લાસના લોકોને ધ્યાનમાં લેવામાં આવે તે ખુબ જ જરૂરી છે. સરકારમાં ટેક્સ છુટછાટ, હેલ્થ ઇન્સ્યોરન્સ પર વધારે લાભ, એફડી પર વધારે વ્યાજની જાહેરાત કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં સેંસેક્સમાં ઉછાળો અને મ્યુચ્યુઅલ ફંડના રિટર્નમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સરકારી મૂડીરોકાણ યોજનાઓનું આકર્ષણ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું છે કે, સરકાર લોકોની પાસે વધારે ફંડ છોડવા પર વિશ્વાસ કરે ચે જેથી લોકો વધુને વધુ ખર્ચ અને રોકાણ કરી શકે. અલબત્ત કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને જીએસટીના પરિણામ સ્વરુપે રેવેન્યુ ઘટવાના લીધે સરકારને લોકોને રાહત આપવા માટે સંશાધનો શોધવા પડશે. સુત્રોનું કહેવું છેકે, સરકારના એક વર્ગના લોકો સ્ટોક માર્કેટ ટ્રાન્ઝિક્શન પર લોંગ ટર્મ કેપિટલ ગેઈનને વધારવાની તરફેણ કરી છે. પાંચ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર આ રાહત આપવામાં આવી શકે છે. આ ઉપરાંત લેવી પણ ૧૦ ટકાથી ઓછો કરવામાં આવી શકે છે. એનડીએ સરકાર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના લોકોને પ્રભાવિત કરનાર બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ આ વર્ગને રાહત આપવા માટે સરકારે ૨૦૦ વસ્તુઓને ૨૮ ટકાના જીએસટીની હદમાંથી બહાર કર્યા હતા. નામ જાહેર નહીં કરવાની શરતે સુત્રોએ કહ્યું છે કે, આનાથી પાંચ હજાર રોકાણકારો ઉપર અસર થશે પરંતુ આમા પાંચ કરોડ પરિવારોને લાભ મળશે. સુત્રોનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલીની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોદી રાજકીય દ્રષ્ટિથી મોટો ફેંસલો કરીને ટેક્સમાં શ્રેણીબદ્ધ રાહતો આપી શકે છે. જો સરકાર આ દિશામાં આગળ વધશે તો ટેક્સમાં છુટછાટનો નિર્ણય લેતી વેળા સરકારને આ બાબતને પણ ધ્યાનમાં રાખવી પડશે કે તેના ફ્લેગશીપ કાર્યક્રમો માટે સંશાધનોની કોઇ કમી ઉભી ન થાય. હાલમાં ૨.૫ લાખ રૂપિયાની આવક ઉપર કોઇ ટેક્સ નથી. આ ઉપરાંત પીપીએફ અને પાંચ વર્ષ માટે બેંક ખાતામાં ૧.૫ લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર રાહત આપવામાં આવે છે. બીજી બાજુ ઇન્કમટેક્સ એક્ટની કલમ ૮૦સી હેઠળ પણ ટેક્સમાં કેટલીક છુટછાટો આપવામાં આવે છે.

Related posts

મોબાઈલ નંબરને આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા

aapnugujarat

કોરોના સંક્રમણના આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે યોગી સરકાર : પ્રિયંકા

editor

बर्खास्त बीएसएफ जवान तेज बहादुर यादव का नामांकन रद्द

aapnugujarat

Leave a Comment

UA-96247877-1