Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના સંક્રમણના આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે યોગી સરકાર : પ્રિયંકા

કોરોનાવાયરસ મહામારીની સ્થિતિ ઉત્તર પ્રદેશમાં ભયાનક થઈ ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૨૭ હજાર ૩૫૭ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યની રાજધાની લખનઉ સહિત કેટલાય જિલ્લામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોરોના સંક્રમણની આ ભયાનક સ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ વીડિયો જાહેર કરી જનતાને માસ્ક લગાવવા અને સુરક્ષા સંબંધી તમામ નિર્દેશનું પાલન કરવાની અપીલ કરી છે.
ઉત્તર પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર એક વીડિયો ટ્‌વીટ કર્યો. વીડિયોમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કોરોનાવાયરસ મહામારીને કારણે સ્થિતિ બહુ બગડી રહી છે. ચારેય તરફથી બેડ, ઓક્સીઝન અને દવાની કમી હોવાના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારનો ધર્મ છે કે તેઓ સમસ્યાને વધારવા અને આંકડાને છૂપાવવાને બદલે સમસ્યાને ઉકેલવાની કોશિશ કરે અને સચ્ચાઈ જણાવે. કેમ કે આજે જે સ્થિતિ છે તે યોગ્ય નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ૨૨ કરોડ લોકોમાં માત્ર ૮૫ લાખ લોકોનું જ વેક્સીનેશન થયું છે. ભરતી થતા પહેલાં ડીએમથી સ્લિપ લેવાની જરૂરત પડી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક છે પરંતુ ભારતમાં જ કોરોના વેક્સીનની કમી થઈ રહી છે. કેમ કે પીઆર માટે વેક્સીન અલગ અલગ દેશોમાં મોકલવામાં આવી રહી છે. આનું સરખું આયોજન કરવું જોઈતું હતું, કર્યું ના હોય તો હજી પણ સમય છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે સૌથી વધુ ગરીબ છે, તેમને આર્થિક મદદ મળવી જોઈએ. જે નાના વેપારીઓ છે, દુકાનદાર છે, જેમના ધંધા ફરીથી બંધ થવા જઈ રહ્યા છે, તેમને ખાસ કરીને પેકેજ મળવું જોઈએ. હું ઉત્તર પ્રદેશ સરકારને આગ્રહ કરવા માંગું છું કે તમારું પ્રશાસન આક્રમકને બદલે સંવેદનશીલ બની જશે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશની સાથે રાજનૈતિક મતભેદ થઈ શકે છે અને હંમેશા રહેશે. પરંતુ આ સમય એકસાથે ઉભા રહેવાનો છે.
પ્રિયંકા ગાંધીએ જનતાને પણ અપીલ કરતા કહ્યું કે તમારા બધાની જવાબદારી બને છે કે તમે માસ્ક પહેરો, બની શકે તો બે માસ્ક પહેરો, ઘરેથી ઓછા નીકળો, બધા નિયમોનું પાલન કરી તમારી જવાબદારીઓનું પાલન કરો.

Related posts

अयोध्या मामले की SC में सप्ताह के सभी पांचों कार्यदिवसों पर होगी सुनवाई

aapnugujarat

વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનો સંકલ્પ : પીએમ મોદી

aapnugujarat

મોદી શાસનના ચાર વર્ષ પૂર્ણ થતાં નોકરીને મહત્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1