Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દુઓની તાકાત જોઇ હવે કોંગીને હિન્દુત્વ યાદ આવ્યું : યોગી આદિત્યનાથના સિદ્ધારમૈયા ઉપર પ્રહારો

કર્ણાટકમાં આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારને ભીંસમાં લેવા માટે ભાજપે રણનીતિ અપનાવી લીધી છે. પોતાને ૧૦૦ ટકા હિન્દુ બતાવનાર સિદ્ધિ રમૈયાના નિવેદન ઉપર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે વળતા પ્રહાર કર્યા હતા. બેંગ્લોરમાં આયોજિત નવ કર્ણાટક પરિવર્તન રેલીમાં યોગીએ કહ્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી નિવેદન આપી રહ્યા છે કે તેઓ હિન્દુ છે. આજે જ્યારે હિન્દુઓની તાકાત દેખાઈ રહી છે ત્યારે તેમને હિન્દુત્વ યાદ આવે છે. જેમ રાહુલ ગાંધીને ગુજરાત ચૂંટણી દરમિયાન મંદિરો યાદ આવી રહ્યા હતા. હિન્દુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. હિન્દુત્વ કોઇ જાતિ, મત અથવા તો ધર્મ નથી. બલ્કે ભારત મુજબ જીવન જીવવાની કલા છે. યોગીએ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધા રમૈયા હિન્દુ છે તો ગૌમાંસ ખાવાની તરફેણ કેમ કરી રહ્યા છે. કર્ણાટકમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે ગૌ સંરક્ષણ માટે બિલ લાવવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસે તેને રોકી દીધું હતું. યોગીએ ઉમેર્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને હિન્દુઓની તાકાત દેખાઈ આવે છે. આ લોકો જાતિઓને વિભાજિત કરવાનું કામ શરૂ કરી દે છે. આજે કોંગ્રેસ પાર્ટી દેશ માટે બોજ સમાન બની ચુકી છે. સમસ્યા બની ચુકી છે. ભ્રષ્ટ આચરણ વિભાજનકારી નીતિઓના કારણે કર્ણાટકમાં વિકાસની ગતિ બિલકુલ રોકાઇ ગઇ છે. ભાજપે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. ગુજરાત અને હિમાચલમાં જીત મેળવી લીધા બાદ કર્ણાટકમાં પણ ભગવો લહેરાવવા માટે ભાજપે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારી દીધા છે. યોગી હિન્દુત્વના મુદ્દાને ચગાવી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણીને લઇને ધીમે ધીમે રાજકીય માહોલ જામી રહ્યો છે.

Related posts

જમ્મુ કાશ્મીર : યાસિન મલિકની અટકાયત, મીરવાઇઝ નજરકેદમાં

aapnugujarat

बिहार के उपमुख्यमंत्री सुशील कुमार मोदी हुए कोरोना संक्रमित

editor

ભાજપ ૩૦૦ સીટના આંકડાને પાર કરી જશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1