Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચવનબી નિયમોમાં ફેરફારનો અમેરિકન સાંસદોનો વિરોધ

અમેરિકન સંસદના કેટલાક સભ્યોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એચવનબી વિઝા નિયમોમાં ફેરફાર કરવાનો વિરોધ કર્યો છે. સભ્યોનું કહેવું છે કે તેના કારણે ૫થી ૭.૫ લાખ ઈન્ડિયન અમેરિકન્સને બહાર જવું પડશે અને જેના કારણે દેશમાંથી ટેલેન્ટ પણ જતું રહેશે.
રિપોટ્‌ર્સ મુજબ, આ પ્રપોઝલ ડોનાલ્ડ ટ્રમ્પની “બાય અમેરિકન, હાયર અમેરિકન’ નીતિનો હિસ્સો છે અને તેને ડિપાર્ટેમન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી લીડર્સે ડ્રાફ્ટ કરી છે.હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ પ્રપોઝલ પર ચિંતા વ્યક્ત કરી છે.ફાઉન્ડેશને કહ્યું, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની પ્રપોઝલ છે કે એચવનબી વિઝાથી ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરનારાઓને એક્સટેન્શન ન આપવામાં આવે.જો એવું થાય છે તો તેમની પાસે દેશ પરત જવા કે હાંકી કાઢવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
ઈન્ડસ્ટ્રીઝમાં પાયા રૂપ હજારો સ્કિલ્ડ વર્કર્સને ડિપોર્ટ કેવી રીતે કરવામાં આવશે અને તેનાથી કેવી રીતે અમેરિકા ફર્સ્ટનો એજન્ડા હલ થશે?ડેમોક્રેટિક સાંસદ તુલસી ગેબોર્ડે કહ્યું, આટલા કડક રિસ્ટ્રક્શનને લાગુ કરવાથી પરિવાર તૂટી જશે.અમારા સમાજમાંથી ટેલેન્ટ અને એક્સપટ્‌ર્સ ગાયબ થઈ જશે. તેના કારણે આપણા મહત્વપૂર્ણ સાથી ભારતની સાથે સંબંધોમાં પણ કચાશ આવશે.
આ પ્રપોઝલના કારણે લગભગ ૫થી ૭.૫ લાખ એચવનબી વિઝા હોલ્ડર્સ ભારતીયોને હકાલપટ્ટીનો સામનો કરવો પડશે.આ લોકો નાના ધંધાના માલિક છે, રોજગાર ઊભો કરનારા અને આપણી ઇકોનોમીને મજબૂત કરવામાં ભાગીદાર છે. ટેલેન્ટ બહાર ચાલ્યું જવાથી આપણે ૨૧મી સદીની અર્થવ્યવસ્થામાં લડવાની પોતાની ક્ષમતા ગુમાવી દઈશું.ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું, એચ૧બી વિઝા એક્સટેન્શનને ખતમ કરવાથી અમેરિકન ઇકોનોમી ઘૂંટણીયે આવી જશે.આનાથી કંપનીઓ વિદેશમાં જોબ આપશે અને અહીં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બદલે બહાર કરશે. મને આશા છે કે, એડમિનિસ્ટ્રેશન આ પ્રપોઝલને નકારી દેશે.

Related posts

अमेरिका ने इराक के चार नागरिकों पर लगाया प्रतिबंध

aapnugujarat

भारत के दबाव में झुका पाक, आतंकी गोपाल सिंह चावला को करतारपुर कमेटी से हटाया

aapnugujarat

પાકિસ્તાનને ભય : ભારત ફરીથી ટૂંકમાં ભીષણ હુમલાઓ કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1